‘તુનીષા શર્માની મોત લવ જેહાદનો મામલો’- મુંબઈની આ મોટી વ્યક્તિએ કર્યો ગજબનો દાવો, જાણો સમગ્ર વિગત 

અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ ફેમ અભિનેત્રી તુનીષા શર્માની અચાનક આત્મહત્યાથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. કોઈને વિશ્વાસ નથી થતો કે માત્ર 20 વર્ષની ઉંમરમાં તુનીષાએ આટલું મોટું પગલું ભર્યું છે. ચાહકો વિશ્વાસ નથી કરી રહ્યા કે તેમની ફેવરેટ અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા નાના પડદાના ઘણા સ્ટાર્સે ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે.

શનિવારે તુનિષા શોના શૂટિંગ માટે પહોંચી હતી અને ત્યારબાદ તેણે મેકઅપ રૂમમાં ફાંસી લગાવી લીધી. આ સાથે જ અભિનેત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. રવિવારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને તુનીષા શર્માના કેસને લવ જેહાદ સાથે જોડ્યો હતો. તેઓ માને છે કે આ આખો મામલો લાઈવ જેહાદનો છે.

તુનીષા શર્માના મોત કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને તુનીષા શર્મા કેસને લઈને મોટો દાવો કર્યો છે. મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે આ ‘લવ જેહાદ’નો મામલો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.અમે જોઈ રહ્યા છીએ કે આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે અને અમે તેની સામે કડક કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ.

ANI સાથે વાત કરતા મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે આ ‘લવ જેહાદ’નો મામલો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા હોવાને કારણે અમે તેની સામે કડક કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે હાલમાં જ તુનિષા શર્માએ તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી.

જો કે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસે (એસીપી) જણાવ્યું હતું કે હજુ સુધી અન્ય કોઈ કેસ, બ્લેકમેલિંગ કે ‘લવ જેહાદ’ના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે, આરોપી શીઝાન અને મૃતકના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સીરિયલ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલની એક્ટ્રેસ તેના કો-એક્ટર શીઝાન સાથે રિલેશનશિપમાં હતી. તુનીષાના મોત પછી તેની માતાએ શીઝાન સામે એફઆઈઆર નોંધાવી અને તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો. પોલીસે શનિવારે રાત્રે શીઝાનની ધરપકડ કરી હતી.

શીઝાન વિરુદ્ધ આઈપીસી કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેને વસઈના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેને ચાર દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તુનીષાના કાકા પવન શર્માએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ‘અલીબાબા શો શરૂ થતાં જ તુનીષા અને શીઝાન એકબીજાની નજીક આવ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા તુનીષાને પણ એન્ઝાઈટી એટેક આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે તેની માતા અને હું તેને મળવા ગયા તો તુનિષાએ કહ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેણે તનીષાને દગો આપ્યો છે.

Shah Jina