VIDEO: ગિટારની ધૂન પર કૂતરાએ ગાયુ ગીત, લોકોએ કહ્યું, ‘વાહ, ગાતું કૂતરું જોરદાર છે..’

એક વખત આ વીડિયો જોયા બાદ તમારો થાક ઉતરી જશે એ નક્કી..

કૂતરાઓ વર્ષોથી મનુષ્ય સાચા સાથી રહ્યા છે. અનેક પ્રસંગોએ આપણે જોયુ છે કે કૂતરાએ પોતાની વફાદારી બતાવી પોતાના માલિકને મુશિબતમાંથી બચાવ્યા છે. પ્રાણીઓ કૂતરા જ સૌથી વધુ માણસો સાથે ભળી જાય છે. નાના બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને કૂતરાની દોસ્તી પસંદ આવે છે. આટલુ જ નહીં કૂતરાઓ સેનાથી લઈને પોલીસમાં પણ સારી કામગીરી કરી લોકોના દિલ જીતી લેશે. સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઈ કૂતરાનો વીડિયો શેર કરવામાં આવે છે તે લોકોને ખુબ જ પસંદ આવે છે.

નોંધનિય છે કે, કૂતરાઓ મનુષ્યના સૌથી નજીકના પ્રાણીઓમાંના એક છે. તેઓ આપણી સાથે રહે છે, તેઓ આપમી સાથે જીવે છે. કૂતરાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયો એવા હોય છે જેને જોઈને આપણુ દિલ ખુશ થઈ જાય છે, જ્યારે કેટલાક વિડીયો એવા હોય છે જે જોયા પછી મગજ ચકરાવે ચડી જાય છે. આજે પણ એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, એક કૂતરો ગિટારની ધૂન પર ગીત ગાતો જોઈ શકાય છે. એવુ લાગે છે કે તે કોઈ મહાન ગાયક છે. વીડિયો જોયા બાદ લોકો મજા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ગિટાર વગાડી રહ્યો છે, એક કૂતરો તેની સાથે ગીત ગાઈ રહ્યો છે. જેમ જેમ માણસ ગિટાર વગાડે છે. તેમ તેમ કૂતરો ગાઈ રહ્યો છે. તે એવા ફની રીતે ગાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો ગિટારની ધૂનને કેવી રીતે એન્જોય કરી રહ્યો છે.

આ વાયરલ વીડિયો વાયરલ હોગે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ રમૂજી કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કહ્યું – તે સોનુ નિગમના કૂતરા જેવો દેખાય છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે – આ કુતરામાં કેટલી પ્રતિભા છુપાયેલી છે. આ કૂતરાએ લોકોનું દિલ જીતી લીધુ છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ શેર કર રહ્યા છે અને કોમેન્ટ પર કરી રહ્યા છે.

YC