આ વ્યક્તિનું દિમાગ તો જુઓ, ટ્રકને જ બનાવી દીધો હરતો ફરતો મેરેજ હોલ, આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને કહ્યું..”મળવું છે મારે”, જુઓ

આપણા દેશમાં દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી આવે છે. ઘણા લોકો જુગાડ દ્વારા મુશ્કેલ કામને પણ સરળ કરી દેતા હોય છે. ત્યારે ભારતમાં લગ્નની સીઝનમાં મેરેજ હોલ પણ અગાઉથી જ બુક થઇ જતા હોય છે. સારા મેરેજ હોલ અને પાર્ટી પ્લોટ શોધવામાં ઘણી મુશ્કેલીઓ પણ થતી હોય છે, ત્યારે હાલ એક વ્યક્તિએ આ સમસ્યાનું સમાધાન પણ જુગાડ દ્વારા શોધી લીધું છે, જેનો એક વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આનંદ મહિન્દ્રા દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. બિઝનેસની સાથે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તેઓ તેમના વ્યવસાય પર જેટલું વધુ ધ્યાન આપે છે, તેટલું ધ્યાન તેઓ લોકોની સર્જનાત્મકતા પર આપે છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેમણે એક ટ્રકનો વીડિયો શેર કર્યો છે.

આ ટ્રકની વિશેષતા એ છે કે આ ટ્રકમાં ફરતો મેરેજ હોલ છે તેમાં 200 લોકો આરામથી બેસી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ટ્રકમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ પોર્ટેબલ છે. સામાન્ય મેરેજ હોલની જેમ તેમાં પણ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. મહેમાનો માટે આ હોલમાં ખુરશી-ટેબલથી લઈને એસી સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જ કારણ છે કે આ ટ્રકને ફરતો મેરેજ હોલ કહેવામાં આવી રહ્યો છે. આ ટ્રકને જોઈને આનંદ મહિન્દ્રા ખૂબ જ ખુશ દેખાય છે. તેમણે માત્ર તેને શેર જ નહીં પરંતુ તેના પર ટિપ્પણી પણ કરી. આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું એવા માણસને મળવા માંગુ છું જેનું સર્જનાત્મક મન આ પ્રોડક્ટ પાછળ છે. આ ઉત્પાદન માત્ર દૂરના વિસ્તારોને જ સુવિધા આપશે નહીં, પરંતુ આનો અર્થ પર્યાવરણ માટે પણ શ્રેષ્ઠ છે. આ ઉત્પાદન પણ વધુ જગ્યા રોકતું નથી.

લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું “આનંદ મહિન્દ્રા તમારા વિચારને ખરેખર સલામ કરે છે. તમારા કારણે લોકો મજબૂત બને છે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું “આ વિચારને સલામ.ઇન્ટરનેટ ઉપર આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે, અને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે.

Niraj Patel