રૂંવાડા ઉભા કરી દેનારા અકસ્માતનો વીડિયો CCTVમાં થયો કેદ, ટ્રક ચાલકે કારને 50 મીટર સુધી ઘસેડી, જેને પણ જોયું એનો જીવ તાળવે ચોંટી ગયો

દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, આવા અકસ્માતોની અંદર માસુમ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, તો ઘણા અકસ્માતની ઘટનાઓ આસપાસ લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઇ જતી હોય છે, આવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે અને જોનારાના પણ રૂંવાડા ઉભા કરી દે છે.

હાલ એવા જ એક ગમખ્વાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ટ્રક ચાલાક એક કારને 50 મીટર સુધી ઘસેડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રકે પહેલા કારને પોતાની ચપેટમાં લીધી, તેના બાદ ડ્રેઇવરે બ્રેક ના લગાવી અને કારને ઘસેડતા જ લઇ ગયો.

રૂંવાડા ઉભા કરી દેનારો આ અકસ્માત શુક્રવારના રોજ રાયસેન જિલ્લાના સિલવાનીમાં સર્જાયો હતો. જેનો વીડિયો હવે સામે આવી રહ્યો છે. કારમાં બેઠેલા લોકોએ ઘસડાતી ગાડીની અંદરથી જ દરવાજો ખોલી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સૈ ખેડા સિલવાનીની તરફ આવતા બજરંગ ચાર રસ્તાની છે.

જો આ ઘટનામાં કાર પલટી ગઈ હોત તો ગંભીર દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી. કારમાં બેઠેલા ચાર લોકોનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના બાદ કારમાં બેઠેલા ચાર લોકોએ કારની બહાર નીકળી અને ટ્રક ડ્રાઈવરને માર માર્યો. સૂચના મળવા ઉપર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઇ ગઈ. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.

Niraj Patel