પપ્પાએ ખરીદી નવી ટ્રક તો શુકન કરવા માટે દીકરીના પગના નિશાન લગાવ્યા ટ્રક ઉપર, વીડિયો જીતી રહ્યો છે લોકોનું દિલ

પપ્પાએ ખરીદી નવી ટ્રક તો શુકન કરવા માટે દીકરીના પગના નિશાન લગાવ્યા ટ્રક ઉપર, વીડિયો જીતી રહ્યો છે લોકોનું દિલ

આપણે ક્યારેય પણ કોઈ નવી વસ્તુ ખરીદીએ ત્યારે સૌથી પહેલા તેની પૂજા કરતા હોઈએ છીએ, ઘરમાં પણ જયારે ગૃહ પ્રવેશ કરવામાં આવે છે ત્યારે દીકરીના પગલાંની છાપ લેવામાં આવે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોના દિલ જીતી લીધા છે, આ વીડિયોમાં એક બાપ પોતાની દીકરીના પગલાં પોતાની નવી ટ્રક ઉપર લેતા જોવા મળી રહ્યા છે.

આપણે ત્યાં એક રિવાજ અને માન્યતા પણ છે કે કોઈપણ શુભકામ કરતા પહેલા કુંવારીકા કે દીકરીની પણ પૂજા કરવામાં આવે છે અને તેને લોકો શુભ પણ માનતા હોય છે. આપણે ત્યાં દીકરીને લક્ષ્મીનો અવતાર પણ કહેવામાં આવે છે, અને એટલે જ દરેક શુભ કાર્યોની શરૂઆત દીકરીના કંકુ પગલાંથી થાય છે, આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પિતાએ પોતાની પુત્રીના પગના નિશાન ટ્રક પર લગાવ્યા છે. આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોયા પછી તમે પણ કહેશો,  “ખરેખર દરેક દીકરીને આવા પિતા મળવા જોઈએ.” પિતાના દીકરી પ્રત્યેના પ્રેમના લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે આપણા દેશમાં દીકરીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણે આપણે બધા શુભ કાર્યોમાં દીકરીઓ દ્વારા ઉદ્ઘાટન કરાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો હૃદયસ્પર્શી લાગી રહ્યો છે.

Niraj Patel