બૈરાની ગંદી ગંદી હરકતોથી પરેશાન પતિએ ફેસબુક પર લાઈવ આવીને વખ ઘોળ્યું, સેલફોસની 5 ગોળીઓ ખાઈને આપી દીધો જીવ, વીડિયો થયો વાયરલ

ઘોર કળયુગ આવ્યો છે, બૈરું એવું એવું બીભત્સ હરકતો કરતુ કે ભોળા પતિએ સેલફોસની 5 ગોળીઓ ખાઈને આપી દીધો જીવ, વીડિયો થયો વાયરલ

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ રોજ સામે આવે છે. ઘણા લોકો અલગ અલગ કારણોને લઈને આપઘાત જેવા પગલાં ભરતા હોય છે, તો ઘણીવાર પતિ અથવા પત્ની પણ માનસિક ત્રાસના કારણે પોતાનો જીવ આપી દેતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પતિ પોતાની પત્ની પર અન્ય લોકો સાથે અનૈતિક સંબંધોનો આરોપ લગાવીને કેમેરા સામે જ સેલફોસની ગોળીઓ ખાઈને પોતાનો જીવ આપી રહ્યો છે.

આ હચમચાવી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે બિહારના નવાદામાંથી. જ્યાં એક વ્યક્તિએ ફેસબુક પર લાઈવ આવીને ન માત્ર પોતાનો જીવ આપ્યો, પરંતુ તેણે ઘણા લોકો પર ગંભીર આરોપો પણ લગાવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ નવાદા જિલ્લાના વારિસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો રહેવાસી હતો.

તો આ મામલામાં મહિલાએ પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતો. પત્નીએ કહ્યું કે આપઘાત કરતા પહેલા તેના પતિએ બદનામી કરી હતી. બિહારના જમુઈમાં થોડા દિવસ પહેલા આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે લાઈવમાં કહ્યું કે તેની પત્નીના ઘણા લોકો સાથે ગેરકાયદેસર સંબંધો છે. એમ કહીને તેણે સેલફોસની પાંચ ગોળી ખાધી. આપઘાત કરતા પહેલા તે ફેસબુક પર લાઈવ આવ્યો હતો. બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ વીડિયો ગત સોમવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટ્રક ડ્રાઈવરે ફેસબુક લાઈવમાં જણાવ્યું હતું કે તેની પત્નીના એક મુખિયા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. તેણે લાઈવમાં નામ પણ જણાવ્યું. આ મોત માટે મુખિયા ઉપરાંત ચાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે લોકો તેની બહેન સાથે પણ ખોટું કરી રહ્યા છે. તે સહન ન કરી શક્યો અને તમામ આરોપીઓને સજા થાય તે હેતુથી તે ફેસબુક પર લાઈવ આવીને આ વાત કહી રહ્યો છે.

Niraj Patel