આ પોપ્યુલર એક્ટ્રેસને લઇને નેતાનું વિવાદિત નિવેદન, કહ્યુ- “એક નાઈટના 25 લાખ લઇને..” તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

નેતાના અશ્લીલ નિવેદન પર ભડકી સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન, આપી લીગલ એક્શનની ધમકી, આ સાઉથ એક્ટર આવ્યો સપોર્ટમાં

2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘લિયો’માં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણનને કોણ નથી જાણતું. તૃષા કૃષ્ણન સાઉથનું જાણીતું નામ છે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગ અને ખૂબસુરતીના કારણે લોકોના દિલ પર રાજ કરે છે. તૃષા કૃષ્ણન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે.

હાલમાં જ AIADMK રાજકીય પક્ષના પૂર્વ નેતા એવી રાજુએ તૃષા કૃષ્ણનને લઇને વિવાદિત નિવેદન આપ્યુ હતુ, જેના પર હવે અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, તૃષા કૃષ્ણન પર ટિપ્પણી કરતી વખતે AV રાજુએ કહ્યું હતું – ‘એક્ટ્રેસને એક MLAના રિસોર્ટ પર બોલાવવામાં આવી હતી, અને તેને આ માટે મોટી રકમ પણ આપવામાં આવી હતી.

તૃષા કૃષ્ણન પોતાના પરના આવા આરોપો સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને હવે આના પર પોતાની પ્રતિક્રિયા આપી.તૃષા કૃષ્ણને પોતાની પોસ્ટમાં એવી રાજુનું નામ નથી લીધું, પરંતુ તેણે ચોક્કસ કડક ચેતવણી આપી છે. AV રાજુના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કરતા તૃષા કૃષ્ણને લખ્યું- તે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

આ ઉપરાંત તેણે કહ્યું- જે લોકો ફાયદા માટે કોઈપણ સેવલ સુધી જઈ શકે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાથે જ યુઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે અને એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે. એવી રાજુએ તૃષા કૃષ્ણન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ હતુ કે અભિનેત્રીને સલેમ પશ્ચિમના ધારાસભ્ય વેંકટચલમ પાસેથી સેટલમેન્ટ મની તરીકે 25 લાખ રૂપિયા મળ્યા હતા.

આ પછી તરત જ આ નિવેદનની ટીકા થવા લાગી. તૃષા કૃષ્ણનના સમર્થનમાં ઘણા સ્ટાર્સ પણ આગળ આવ્યા. એક્ટર વિશાલે એક લાંબી નોટ લખી અને તેમાં નેતાની નિંદા કરતા અભિનેત્રીનું સમર્થન કર્યુ. જણાવી દઈએ કે તૃષાએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે ‘લિયો’, ‘પોનીયિન સેલવાન’ના બંને ભાગ, ‘ખટ્ટા-મીઠા’ જેવી કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Shah Jina