સુરતના યુવાને ગાડી ઉપર કરાવ્યો 2 લાખનો ખર્ચ અને આખી જ કાર રંગાવી દીધી તિરંગાના રંગમાં અને પહોંચ્યો દિલ્હી, જુઓ વીડિયો

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઇ ગઈ છે, થોડા દિવસો પહેલાથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનની મોટાભાગના લોકો જોડાઈ ચુક્યા છે અને પોતાના ઘર ઉપર તિરંગો પણ લગાવી દીધો છે, સાથે જ આજે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી પણ કરી રહ્યા છે, ત્યારે હાલ એક એવા વ્યક્તિની કહાની પણ સામે આવી છે જેણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે પોતાની ગાડી ઉપર 2 લાખનો ખર્ચ કર્યો અને આખી કારને તિરંગાના રંગમાં રંગી દીધી.

સુરતમાં રહેતો એક વ્યક્તિ કાર ચલાવીને દિલ્હી પહોંચ્યો છે. આ વ્યક્તિએ પોતાની કાર પર તિરંગો બનાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગુજરાતના સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પાછળ 2 લાખ રૂપિયા ખર્ચીને તિરંગો બનાવ્યો છે. સિદ્ધાર્થે કહ્યું કે તે લોકોને આ અભિયાન વિશે જાગૃત કરી રહ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર ગુજરાતથી દિલ્હી આવેલા સિદ્ધાર્થ દોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માંગે છે. કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કાર સંપૂર્ણ રીતે તિરંગાના રંગમાં રંગાયેલી છે. લોકો પણ આ વ્યક્તિનો ઉત્સાહ જોઈને અવાક છે.

ભારત 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓમાં યુદ્ધના ધોરણે લાગેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકોને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા આહ્વાન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવનો આ એક ભાગ છે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવાનો છે.

Niraj Patel