ક્યારેય જોયું છે ઝાડ પર ચઢનારું સ્કૂટર ? બિનેસમેન પણ વીડિયોને જોઈને થયા ખુબ જ પ્રભાવિત… જુઓ તમે પણ વાયરલ વીડિયો

ઝાડ પર ચઢવાની ગજબની ટેકનીક નો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા… જુઓ તમે પણ

આજના સમયમાં ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે માર્કેટમાં એવી એવી વસ્તુઓ પણ જોવા મળે છે જેની ક્યારેય માણસોએ કલ્પના પણ નહોતી કરી. આવી ઘણી શોધોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર હોશ ઉડાવી દેનારી વસ્તુઓ પણ જોવા મળતી હોય છે.

તો ઘણા લોકો કેટલાક એવા જુગાડ પણ કરતા હોય છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા આવા વિડિયો શેર કરવા માટે જાણીતા છે જેમાં ઘણી નવીન તકનીકો છે જે કોઈપણના હોશ ઉડાવી શકે છે. જો કે, આ વખતે હર્ષ ગોએન્કાએ એક ક્લિપ શેર કરી છે જે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. તેમને ઝાડ પર ચઢી શકે એવા એક સ્કુટરનો વીડિયો શેર કર્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઝાડ પર ચઢવા અને નારિયેળ અથવા ખજૂર તોડવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. પરંતુ આ અનોખા મશીનની મદદથી હવે ઝાડ પર ચડવાની મુશ્કેલ પ્રક્રિયા ખૂબ જ સરળ લાગશે. બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ શેર કરેલા વીડિયોમાં એક વ્યક્તિ ઝાડ સાથે જોડાયેલ સાઈકલ જેવા મશીન પર બેઠેલો જોઈ શકાય છે. આ મોટર વ્હીકલ દ્વારા લોકો સરળતાથી પોતાની જાતને ઉપર લઈ જઈ શકે છે. આ મશીન તમને ઝાડ તરફ ખેંચે છે. વિડિયો શેર કરતા હર્ષ ગોએન્કાએ લખ્યું, “રસપ્રદ નવીનતા – હું તેને ‘જુગાડ’ નહીં કહીશ!”.

આ ‘સ્કૂટર’ તમને 30 સેકન્ડમાં 275 ફૂટ (84 મીટર) ઊંચા ઝાડ પર ચઢાવી દે છે. આ વૃક્ષ ચડતા ‘સ્કૂટર’ કોઈપણ સીધા અથવા સહેજ વળેલા વૃક્ષ અથવા ધ્રુવ પર નેવિગેટ કરી શકે છે. ઑપરેટરને ઝડપથી માઉન્ટ કરવાની મંજૂરી આપે છે. આ વીડિયોને 4 લાખ 36 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. અનોખી ટેક્નોલોજી જોઈને લોકો દંગ રહી ગયા અને આ ઈનોવેશન લઈને આવનાર વ્યક્તિની પ્રશંસા કરી.

Niraj Patel