આ જગ્યાએ ટ્રેનની ઉપર ચઢી ગયા એટલા બધા લોકો કે વીડિયો જોઈને ચક્કર આવી જશે, છેલ્લે બેઠેલા કાકા ઉપર અટકી બધાની નજર, જુઓ

મોટાભાગના લોકોએ ટ્રેનની સફર કરી જ હશે, ટ્રેનની મુસાફરી દરમિયાન જો તમે રિઝર્વેશન કરીને જતા હોય તો કોઈ મુસીબત  નથી થતી, પરંતુ જો જનરલ ડબ્બામાં જવાનું થાય તો પછી કેવી કેવી તકલીફો થતી હોય થતી હોય છે તે આપણે બધા જ જાણીએ છીએ. એમાં પણ જો મુંબઈ લોકલમાં જવાનું થયું તો હાલ જ બેહાલ થઇ જાય. હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રેનમાં એટલા લોકો જોવા મળશે કે જોઈને તમે પણ ચક્કર આવી જશે.

આ ચોંકાવનારો વીડિયો બાંગ્લાદેશના બિલાસપુરનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં સેંકડો લોકો ટ્રેનની છત પર મુસાફરી કરતા જોવા મળે છે. આ વીડિયોને @nailainayat નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે અને તેની સાથે કેપ્શન આપ્યું છે  “આ માત્ર ગાંડપણ છે.” વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખી ટ્રેનની છત પર સેંકડો લોકો મુસાફરી કરી રહ્યા છે, પરંતુ બધાની નજર છેલ્લા ડબ્બાની પાછળ મુસાફરી કરી રહેલા વ્યક્તિ પર અટકી ગઈ છે.

એક તરફ લોકો આ અદ્ભુત દ્રશ્ય જોઈને દંગ રહી ગયા છે, તો કેટલાક યુઝર્સ ફની કમેન્ટ પણ કરી રહ્યા છે. ખરેખર, તમે જોઈ શકો છો કે ટ્રેનમાં એટલા બધા લોકો છે કે તેની છત દેખાતી નથી. કેટલાક યુઝર્સ કહે છે કે આ છૈયા છૈયાનું ખતરનાક વર્ઝન છે. જ્યારે કેટલાકની નજર છેલ્લા ડબ્બાના છેડે એકલા બેઠેલા કાકા પર ટકેલી હતી. તે જ સમયે, કેટલાક યુઝર્સે લખ્યું કે ગરીબી વ્યક્તિને શું શું કરવા મજબુર કરે છે.

ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે, આ અત્યાર સુધી 84 હજારથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. બાંગ્લાદેશમાંથી આવી ઘણા વીડિયો અવાર નવાર સામે આવતા રહે છે, જેમાં ટ્રેનની અંદર અદભુત નજર જોવા મળે છે. થોડા સમય પહેલા એક મહિલાનો પણ ટ્રેન ઉપર ચઢવાનો વીડિયો સામે આવ્યો હતો.

Niraj Patel