માનવતાનું ઉત્તમ ઉદાહરણ: નાના બાળક દ્યૈર્યરાજની મદદ માટે વ્હારે આવ્યા સુરતના કિન્નરો, ભેગા કર્યા અધધધ રૂપિયા

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજને નવા જીવન માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. માતા-પિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે.

ગત એક સપ્તાહમાં ગુજરાતભરમાંથી લોકો ધૈર્યરાજની મદદ માટે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન કરી રહ્યાં છે.

ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને SMA-1(Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે.

જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત સરકારે પણ ધૈર્યરાજસિંહની બીમારીની નોંધ લીધી છે. રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહે લોકોને મદદ માટે અપીલ છે. પ્રદીપસિંહે કહ્યું કે, મુખ્યમંત્રીએ પણ આ બાળકની બીમારીની નોંધ લીધી છે. હાલ રાજ્યના અનેક NGO ફંડ આપી રહ્યા છે. થોડા સમયમાં ધૈર્યરાજને પૂરતી રકમ મળી જશે તેવી આશા વ્યકત કરી છે.

થલતેજમાં વસતા પટેલ પરિવારનો પુત્ર અમદાવાદના હિમાલયા મોલ સામે દિવાળીની રાત્રે ઘરે પરત ફરતા નિશીતના એક્ટીવાને કાર ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચી હતી. તાજેતરમાં 11 માર્ચેના રોજ તેનું અવસાન થયું હતું. ત્યારે આ પરિવારે ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરી છે. જેમાં પુત્રના બેસણામાં અને પુત્રના અવસાન બાદ પરિવારજનો મદદમાં મળેલા નાણાંને અને અંગત મૂડીનો ઉમેરો કરીને વધારે દાનની રકમ દાનનું કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતા T-20 મેચ જોવા આવેલા દર્શકોએ પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું છે. ધૈર્યરાજના વિસ્તાર લુણાવાડામાંથી આવેલા લોકોએ ફંડ એકત્રિકરણ કર્યું હતું. જે દરમિયાન માહિતી મળી છે કે, અત્યાર સુધી ધૈર્યરાજ માટે 4 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્ર થઈ ચૂક્યું છે.

 

Shah Jina