સૌથી ભયાનક અકસ્માત: ટ્રેને અનેક મુસાફરોને કચડયા: 2 ના મોત થયા, જુઓ તસવીરો

આજે સાંજે ઝારખંડના જામતાડામાં એક બહુ જ ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો છે. જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મૃત્યુ પામ્યા છે અને એવામાં ઘણા બધા લોકો ઘાયલ પણ થયાં છે. આ તમામ પ્રવાસઓ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યાં હતા

પરંતુ આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનને ચપેટમાં આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેલ્વેએ જણાવ્યું કે વિદ્યાસાગર કાસિતાર વચ્ચેથી પસાર થતી ટ્રેન નંબર 12254 ઈસ્ટર્ન રેલવેના આસનસોલ ડિવિઝનમાં 7 વાગ્યે રોકાઈ હતી પછી બે લોકો ટ્રેક પર ચાલી રહ્યા હતા જે અપ લાઇન પર આવી રહેલી મેમુ ટ્રેનની અડફેટે આવ્યા હતા.

મોતને ભેટનાર ટ્રેનના મુસાફરો ન હતા, તેઓ રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે JAGની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

SDM અનંત કુમારે જણાવ્યું છે કે, “પેસેન્જર ટ્રેન કાલાઝરિયા રેલ્વે ફાટક પાસે રોકાઈ હતી. કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા અને આ સમયે ટ્રેનની ટક્કરથી કેટલાક લોકો ઘાયલ થયાની માહિતી મળી હતી. પછી વહીવટીતંત્ર દ્વારા અમે અહીં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.

અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. અમે રેલ્વેને હેલ્પલાઈન નંબર જાહેર કરવાની અપીલ કરી છે. હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર રાખવામાં આવ્યા છે જેથી કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ સારવાર માટે આવે તો તેની પરિવારના સભ્યોને જાણ કરી દેવામાં આવે.”

YC