ખોટી રીતે પાર્કિંગ કરવાની આવી સજા આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, ટ્રાફિક પોલીસે સ્કૂટી સાથે માલિકને પણ ઉઠાવી લીધો, જુઓ વીડિયો

ટ્રાફિક પોલીસવાળાએ ક્રેનથી સ્કૂટી સાથે જ ઉઠાવ્યો તેના માલિકને, સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી કોઈએ કરી દીધો વાયરલ, જુઓ

આપણા દેશની અંદર સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે, બજારની અંદર એટલી ભીડ થઇ જાય છે કે વાહન ક્યાં પાર્ક કરવું એ મોટી મુસબિત બની જતું હોય છે, જેના કારણે ઘણા લોકો નો પાર્કિંગ ઝોનમાં પણ વાહનો પાર્ક કરી દેતા હોય છે અને આવા નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોને ટ્રાફિક પોલીસ ક્રેનથી ઉઠાવીને પણ લઇ જતી હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં આવા જ એક ખોટા પાર્કિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ તેની સ્કૂટી પર બેઠો છે અને સ્કૂટી પર બેઠેલા ક્રેને તેને હવામાં ઊંચો કર્યો છે. આ વ્યક્તિએ તેની સ્કૂટી નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. આ પછી ટ્રાફિક પોલીસની કારને લિફ્ટિંગ કરતી ક્રેને સ્કૂટી સાથે વ્યક્તિને હવામાં લટકાવી દીધો હતો. જે બાદ આસપાસ હાજર લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

13 સેકન્ડનો આ વીડિયો નાગપુરનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 જુલાઈના રોજ એક વ્યક્તિએ અહીં અંજુમન કોમ્પ્લેક્સ પાસે નો-પાર્કિંગ ઝોનમાં પોતાની સ્કૂટી પાર્ક કરી હતી. જે બાદ ત્યાંની ટ્રાફિક પોલીસે ક્રેન વડે વાહનને લિફ્ટિંગ કરીને સ્કૂટી સહિત વ્યક્તિને હવામાં ઉઠાવ્યો હતો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સફેદ રંગની સ્કૂટી ક્રેનની મદદથી હવામાં લટકી રહી છે. આમાં નવાઈની વાત એ છે કે આ સ્કૂટી પર સવાર પણ હવામાં લટકતો બેઠો છે. આ વિચિત્ર દ્રશ્ય આસપાસના લોકોએ રેકોર્ડ કર્યું હતું અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાથે જ પોલીસની આવી કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે. આ સાથે તેઓ કર્મચારી દ્વારા મસ્તી કરવાની વાત પણ કરી રહ્યા છે.

Niraj Patel