ટ્રકની અંદરથી મળી 46 લોકોની લાશ, બધા જ હતા પ્રવાસી મજુર, પોલીસના હાથ લાગતા જ શરૂ કર્યો તપાસનો ધમધમાટ, જુઓ વીડિયો

અમેરિકામાં ચોરી છુપી ઘુસ્તા પહેલા આ જોઈ લેજો…આવી હૃદય કંપાવી દેનારી ઘટના, ટ્રકમાંથી મળી 46 લોકોની લાશ

દુનિયાભરમાં ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ઠેર ઠેર કોઈની નાની નાની બાબતોમાં પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે અને લાશ પણ ફેંકી દેવામાં આવતી હોય છે, ત્યારે પોલીસના હાથમાં લાશ આવતા જ તપાસ શરૂ કરવામાં આવે છે અને આખી હત્યાનો ભેદ ઉકેલાય છે, પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેને આખી દુનિયાને હચમચાવી દીધી છે.

અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન્ટ એન્ટોનિયો શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દક્ષિણપશ્ચિમમાં રેલ્વે ટ્રેક પાસે પાર્ક કરાયેલા ટ્રેલર ટ્રકની અંદરથી 40 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ મૃતદેહો પરપ્રાંતિય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ટ્રકમાં 46 મૃતદેહો ક્યાંથી આવ્યા અને કેવી રીતે આ લોકો મોતને ભેટ્યા અને તેમના મૃતદેહ ટ્રેલર ટ્રકમાં શા માટે છે. પોલીસ આ તમામની તપાસ કરી રહી છે. KSAT ટીવીએ કેટલાક સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું કે સેન એન્ટોનિયો, ટેક્સાસમાં એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય ઘણા લોકોને અલગ-અલગ પરિસ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસના અનેક વાહનો અને ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, આ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો મામલો હોવાનું માનવામાં આવે છે. સિટી કાઉન્સિલના વડા એડ્રિયાના રોચા ગાર્સિયાના જણાવ્યા અનુસાર, ટ્રકમાંથી જે લોકોના મૃતદેહ મળ્યા છે તે તમામ સ્થળાંતરિત છે.

Niraj Patel