નવસારીમાં લગ્નમાં મળેલી ગીફ્ટ ખોલતા જ થયો બ્લાસ્ટ, ત્રણ વર્ષના માસુમ બાળકની હાલત જોઈને ધ્રુજી ઉઠશો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

નવસારીમાં એક વ્યક્તિએ ગિફ્ટમાં મોકલ્યા રમકડાં, ગિફ્ટ ખોલતા જ તેમાં અચાનક થયો બ્લાસ્ટ, વરરાજા અને ત્રણ વર્ષના માસુમ બાળકની આવી હાલત થઇ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે લગ્ન પ્રસંગે ભેટ સોગાદો આપવી એ સામાન્ય બાબત ગણવામાં આવે છે, પરંતુ હાલ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે, એક પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકા ઉપર ખુન્નસ રાખી અને લગ્નમાં એવી ભેટ આપી જેમાંથી બ્લાસ્ટ થયો.

આ ઘટના બની છે નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામે. જ્યાં લગ્ન પ્રસંગ બાદ મળેલી ગિફ્ટ ખોલતી વખતે તેમાંથી અચાનક બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં વરરાજા અને એક બાળક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી, જેના બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મીંઢાબારી ગામમના રહેવાસી 28 વર્ષીય લતેશ ગાવિતના લગ્ન ખુબ જ ધામધુમથી થયા હતા. આ લગ્નની અંદર ઘણા બધા લોકોએ ભેટ સોગાદો આપી હતી, લગ્ન પૂર્ણ થયા બાદ બીજા દિવસે વરરાજા લતેશ અને તેમનો ત્રણ વર્ષનો ભત્રીજો જીઆન પરિવારના અન્ય સભ્યો સાથે મળી અને લગ્નની ભેટ ચેક કરી રહ્યા હતા.

આ સમયે જ ભેટમાં મળેલું એક રમકડું લતેશ ચાર્જ કરવા જતો હતો તે દરમિયાન જ તેમાંથી બ્લાસ્ટ થયો હતો. જેમાં લતેશ અને 3 વર્ષનો ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લતેશને હાથ અને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો હતો. ત્યારે 3 વર્ષના જીઆનને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ખોપડીમાં ફેક્ચર થયું હતું.

લગ્નમાં આવેલી આ ભેટ કન્યાના ઘરે મોટી દીકરી સાથે લિવ ઇનમાં રહેતા તેના પૂર્વ પ્રેમી કંબોયા ગામના રાજુ પટેલ દ્વારા મોકલવામાં આવેલી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં પણ કરુણાંતિકા સર્જાઈ છે. આ સંગે મામલે પરિવારના સભ્યો દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel