બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 10 લોકોના મોત, શિરડી દર્શન માટે જઇ રહ્યા હતા યાત્રી

મહારાષ્ટ્રમાં આજે સવારે એટલે કે 13 જાન્યુઆરી શુક્રવારના રોજ નાસિક-શિરડી હાઇવે પર એક ભીષણ દુર્ઘટના થઇ. જેમાં 10 યાત્રિઓના મોત તઇ ગયા જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. મુંબઇના ઉલ્હાસનગરથી કેટલાક શ્રદ્ધાળુઓ શિરડી સાઇ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. એક લગ્ઝરી બસમાં આ બધા લોકો દર્શન માટે જઇ રહ્યા હતા. જાણકારી અનુસાર, બસમાં 50 યાત્રી હતા.

સિન્નર-શિરડી હાઇવે પર પાથેર ગામ પાસે બસ અને ટ્રકની આમને સામને જોરદાર ટક્કર થઇ ગઇ અને આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને કારણે ઘણા યાત્રીઓ ઘાયલ થયા છે. મુંબઇના અંબરનાથ, ઠાણે અને ઉલ્હાસનગરના આ તમામ સાઇ ભક્ત શિરડી જઇ રહ્યા હતા, ત્યારે જ અચાનક આ દુર્ઘટના ઘટી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઇવે પર થયેલી દુર્ઘટના પર શોક જતાવ્યો છે.સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની ઘોષણા કરી છે.

આ ઉપરાંત તેમણે આ ભીષણ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘાયલોને સરકારી ખર્ચ પર જરૂરી સારવારના પણ નિર્દેષ આપ્યા છે. અકસ્માતની ખબર મળતા જ સીએમએ નાસિકના મંડલાયુક્ત અને જિલ્લાધિકારી પાસે દુર્ઘટનાની જાણકારી લીધી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે, જ્યારે 35-40 લોકો ઘાયલ થયા છે, જેમાં 6 લોકો ગંભીર રૂતે ઘાયલ છે. પોલીસ અનુસાર, બસમાં સવાર મુસાફરો થાણે જિલ્લાના અંબરનાથના રહેવાસી હતા અને સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.

આ દુર્ઘટના મુંબઈથી લગભગ 180 કિમી દૂર નાસિકના સિન્નર તહસીલના પથારે શિવર પાસે સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.

Shah Jina