18 વર્ષે લગ્ન, 3 બાળક અને પછી છૂટાછેડા…43 વર્ષે ફરી દુલ્હનિયા બની બોલિવુડની આ ફેમસ સિંગર

બોલિવુડની ટોપ સિંગર, 18 વર્ષની ઉંમરે કર્યા પહેલા લગ્ન, 3 બાળકો બાદ લીધા છૂટાછેડા, 25 વર્ષ સુધી રહી સિંગલ- 43ની ઉંમરે ફરી બની દુલ્હન

ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સિંગર્સ છે જેઓ પોતાના અવાજ અને ગીતોથી ઇન્ડસ્ટ્રી અને પોતાના ચાહકોના દિલો પર લાંબા સમયથી રાજ કરી રહ્યા છે. આજે અમે એવી જ એક સિંગર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના જાદુઈ અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા અને અનેક હિટ-સુપરહિટ ગીતો ગાયા.

જો કે, આ સિંગર માત્ર તેના ગીતો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહી. આવો જાણીએ આ સિંગર વિશે… આ સિંગરે 18 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને આ લગ્નથી ત્રણ બાળકો આયાના, સમારા અને યુવરાજ છે. બાળકોનો ઉછેર કરતી વખતે કનિકાએ પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી.

25 વર્ષ સુધી કુંવારી રહી અને સફળતાની સફર કર્યા પછી તેણે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. વર્ષ 2022માં તેણે લંડનમાં એક ભવ્ય સમારંભમાં બિઝનેસમેન ગૌતમ હાથીરમાની સાથે લગ્ન કર્યા. તેના બીજા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા, જેમાં તેણે પેસ્ટલ આઉટફિટ પહેર્યા હતા. તેના બીજા લગ્ન એ સૌને ચોંકાવી દીધા હતા.

જો કે, તેને તેના બીજા લગ્ન માટે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં કનિકાએ જણાવ્યું કે ગૌતમ સાથે તેની મિત્રતા 15 વર્ષ જૂની હતી. 2014માં તેણે ગૌતમને તેની સાથે પ્રથમ વખત લગ્ન કરવા કહ્યું, પરંતુ ગૌતમને લાગ્યું કે તે મજાક કરી રહી છે. આ પછી 2020માં તેઓએ ફરીથી લગ્નની વાત કરી અને બે વર્ષ પછી બંનેએ તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કર્યા. આજે તેઓ સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

અમે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેણે ‘બેબી ડોલ’ અને ‘ચિટીયાં કલાઈયાં’ જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં 21 ઓગસ્ટ 1978ના રોજ જન્મેલી કનિકાના પ્રથમ લગ્ન 1988માં રાજ ચંદ્રલોક સાથે થયા હતા. તે સમયે કનિકા માત્ર 18 વર્ષની હતી. જો કે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2012માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે.

Shah Jina