દુઃખદ: નાની ઉંમરે આ દિગજ્જ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, કરોડો લોકોનો ફેન બેઝ હતો, જુઓ તસવીરો

ગુરુગ્રામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સિમરન સિંહે આત્મહત્યા કરી લીધી છે. બુધવારની રાત્રે (25 ડિસેમ્બર) તેમનો નિર્જીવ દેહ તેમના ફ્લેટમાં પંખા પરથી લટકતો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાસ્થળે કોઈ આત્મહત્યા નોટ મળી નથી.

જમ્મુ-કાશ્મીરની વતની સિમરન, સેક્ટર-47 સ્થિત ભાડાના મકાનમાં કેટલાક મિત્રો સાથે રહેતી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો. સિમરને 13 ડિસેમ્બરે છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં તે એક ગીત પર બીચ પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણા ફની વીડિયો છે જે તેના ફોલોઅર્સને ખૂબ પસંદ આવે છે.

આરજે સિમરન સિંહ જમ્મુના નાનક નગરની રહેવાસી હતી. તેના આપઘાતના સમાચાર સામે આવ્યા બાદ પરિવાર અને ચાહકો ભારે આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમરનનો મૃતદેહ ગુરુગ્રામમાં તેના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો હોઈ શકે છે.

જો કે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, સિમરન વ્યવસાયે રેડિયો જોકી હતી, તે ગુરુગ્રામના સેક્ટર 47માં રહેતી હતી. તેની ડેડ બોડી આ એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. તેની સાથે રહેતા એક મિત્રએ આ માહિતી આપી. જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત આરજેના ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

 

ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ પર લોકો હવે કમેન્ટ કરી આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે સિમરનનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. 25 વર્ષીય સિમરન સિંહ એક પ્રખ્યાત રેડિયો સ્ટેશન સાથે જોડાયેલી હતી, પરંતુ બાદમાં તેણે ફ્રીલાન્સ રેડિયો જોકી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકપ્રિય રેડિયો જોકીના દુ:ખદ અને અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

સિમરન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 6.82 લાખ ફોલોઅર્સ છે. તેને ‘હાર્ટબીટ ઓફ જમ્મુ’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિમરને છેલ્લે 13મી ડિસેમ્બરે રીલ પોસ્ટ કરી હતી.

YC