સલમાન ખાનના 59માં જન્મદિવસ પર બેહન અર્પિતા એ આપી પાર્ટી, પાર્ટીમાં જામ્યો બોલિવૂડની મોટી સેલિબ્રિટીનો મેળો

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સેલેબ્સની સાથે ચાહકો પણ સુપરસ્ટારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેની બહેન અર્પિતાએ સલમાનના જન્મદિવસની આગલી રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન ખાનની આ બર્થ ડે પાર્ટીમાં બોલિવૂડના તમામ સેલેબ્સ અલગ-અલગ અંદાજમાં પહોંચ્યા હતા.

તેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેના જન્મદિવસની પાર્ટીમાં ભારે સુરક્ષા વચ્ચે સંપૂર્ણ સ્વેગ સાથે પહોંચ્યો હતો.આ દરમિયાન સલમાન ખાન બ્લેક શર્ટ સાથે જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.સલમાન ખાનની જન્મદિવસની પાર્ટીમાં તેની ગ્રાન્ડ એન્ટ્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ પણ તેમના બે પુત્રો સાથે ભાઈજાનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. સલમાન ખાનની આ બર્થડે પાર્ટીમાં ઝીશાન સિદ્દીકીએ પણ હાજરી આપી હતી. સાથે-સાથે પાર્ટીમાં શબ્બીર આહલુવાલિયા પણ તેના આખા પરિવાર સાથે હાજર રહ્યો હતો.અરબાઝ ખાન પણ તેની પત્ની શુરા ખાન સાથે ભાઈજાનના જન્મદિવસની પાર્ટીમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન અરબાઝ બ્લેક ટીશર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ દરમિયાન અરબાઝ ખાનની પત્ની શુરા ખાન ગ્રે કલરના આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં બોબી દેઓલ પણ ફુલ સ્વેગ સાથે પહોંચ્યો હતો.સોહેલ ખાન પણ તેના મોટા ભાઈની બર્થડે પાર્ટીમાં સામેલ થયો હતો.

તેની અફવાવાળી ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ સલમાન ખાનને શુભેચ્છા આપવા માટે આવી હતી.સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ જોવા મળી હતી. આ દરમિયાન સંગીતા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Devarsh