ફાઇનલમાં કેમ હારી ટીમ ઇન્ડિયા ? સતત 10-10 જીત બાદ કેમ ટીમ ઇન્ડિયા થઇ અસફળ જુઓ 5 ફેક્ટર

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઇકાલે એટલે કે 19 નવેમ્બરે રવિવારે યોજાયેલ ઇન્ડિયા- ઓસ્ટ્રેલિયા મહામુકાબલામાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું. 20003ની જેમ 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું. પેટ કમિન્સની કપ્તાની હેઠળ કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં રોહિતની સેનાને હારનો સ્વાદ ચખાડ્યો.

પોતાનું સર્વસ્વ આપવા છતાં પણ કેપ્ટન રોહિત ટીમ ઈન્ડિયા માટે ICCનો દુષ્કાળ ખતમ ન કરી શક્યો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ પસંદ કરી અને ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ માટે ઉતરી. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાના બલ્લેબાજોએ 43 ઓવરમાં 4 વિકેટ ખોઇ જીત હાંસિલ કરી. ટ્રેવિસ હેડે 120 બોલ પર 137 રન બનાવ્યા અને માર્નસ લાબુશેને 110 બોલ પર 58 રનની નાબાદ પારી રમી. ફાઇનલમાં ભારતની હારના 5 ફેક્ટર રહ્યા. ચાલો જાણીએ.

1.રોહિત શર્માની કેરલેસ બેટિંગ : રોહિત જે રીતની બલ્લેબાજી કરી રહ્યો હતો તે જોઇ પહેલા લાગી રહ્યુ હતુ કે ભારત વર્લ્ડ કપ ફાઇનલની જીત તરફ આગળ વધી રહ્યુ છે, પણ તે જે રીતે શોટ રમી આઉટ થયો તેને કેરલેસ કહી શકાય. પાવર પ્લેની 9મી ઓવરમાં ભારતનો સ્કોર 66/1 હતો.

2.વિરાટનું ખોટા સમયે આઉટ થવું : રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર 4 રન બનાવી આઉટ થયો પછી વિરાટે રાહુલ સાથે 67 રનની પાર્ટનરશિપ કરી. આ બંને પ્લેયર ટીમ ઇન્ડિયાનો સ્કોર જીત તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે જ વિરાટ કમિન્સના બોલ પર પ્લેડ-ઓન થઇ ગયો. અહીંથી ભારતની પારી અટકી ગઇ અને પછી કોઇ ખુલીને બેટિંગ ન કરી શક્યુ.

3.રાહુલની ધીમી બેટિંગ : કોહલીની વિકેટ ગયા બાદ રાહુલ દબાણમાં આવી ગયો અને વિકેટ બચાવવાના ચક્કરમાં ધીમું રમવા લાગ્યો. મિડિલ ઓવર્સમાં 97 બોલ સુધી તો કોઇ બાઉંડ્રી જ નહોતી આવી. કેએલ રાહુલે 107 બોલ પર 61.68ના સ્ટ્રાઇક રેટથી 66 રન બનાવ્યા અને તેણે ખાલી એક જ ચોગ્ગો માર્યો

4.બોલિંગ અને ફિલ્ડિંગમાં એટેક કમ : 241 રનનો નાનો સ્કોર ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા પાવરપ્લેમાં હાવી રહી. શમીએ તેની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી. પછી બુમરાહે મિચેલ માર્શ અને સ્ટીવ સ્મિથને પાવરપ્લેમાં ચાલતા કરી દીધા. પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે 60 રન પર 3 વિકેટ ગુમાવી. અહીંથી રોહિત શર્માએ બોલિંગ અને ફિલ્ડિંગમાં એટેક કમ કરી દીધો.

5.ઝાકળ પડવી : ઓસ્ટ્રેલિયાઇ પારીના 20 ઓવર પછી ઝાકળ પડવાનું શરૂ થયું. જેને કારણે બોલ ભીનો થઈ ગયો અને આપણા સ્પિનરો બેએસર થઇ ગયા. જાડેજા અને કુલદીપ તો કોઈ વિકેટ જ ન લઇ શક્યા. ફાસ્ટ બોલરો સામે પણ બેટિંગ સરળ બની ગઈ.

Shah Jina