તારક મહેતામાં થશે આ ખુબ જ સુંદર નવી અભિનેત્રીની એન્ટ્રી, કહ્યું ઓડિશન આપ્યા પછી હું ભૂલી ગઈ હતી કે….

ખુશખબરી: તારક મહેતામાં આવી રહી છે આ ધમાકેદાર અભિનેત્રી, ફિગર જોઈને આખો પટપટાવી નહિ શકો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે એક વો શો બની ગયો છે જેના વિશેની કોઈ ઓળખ આપવાની પણ જરૂર નથી રહી. તારક મહેતાની સ્ટાર કાસ્ટ ખુબ જ લાંબી રહી છે અને આ ધારાવાહિકમાં જુના ચહેરાઓની સાથે ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે.

આ ધારાવાહિકમાં કામ કરનાર દરેક કલાકાર તેની આગવી પ્રતિભા છોડી જાય છે ત્યારે હવે તારક મહેતામાં એક સુંદર અભિનેત્રીની એન્ટ્રી થવાની છે. તારક મહેતામાં આવનર નવી અભિનેત્રીનું નામ છે અર્શી ભારતી.

તે આ ધારાવાહિકમાં એક મહત્વનું પાત્ર નિભાવતી જોવા મળવાની છે. તમને જણાવી દઈએ કે અર્શી ફિલ્મ “પાનીપત”માં કૃતિ સેનન અને અર્જુન કપૂર સાથે પણ કામ કરી ચુકી છે. હવે આ ધારાવાહિકમાં તે રાકેશ બેદીની સેક્રેટરીના પાત્રમાં નજર આવશે.

આ શોની કાસ્ટ સાથે જોડાવવાનો પોતાનો અનુભવ શેર કરતા અર્શીએ જણાવ્યું હતું કે “મેં ઓડિશન આપ્યું હતું અને ભૂલી ગઈ હતી. જે રીતે બાકીના કલાકાર ઓડિશન આપ્યા બાદ ભૂલી જાય છે.

પરંતુ એક અઠવાડિયા પછી મારા કાસ્ટિંગ ડાયરેક્ટરનો ફોન આવ્યો કે અને તેમને મને જણાવ્યું કે તે શોર્ટલિસ્ટ થઇ ગઈ છે અને હું જલ્દી જ શોનો ભાગ બનાવની છું.” અર્શીએ આગળ જણાવ્યું કે, “પહેલા તો મને યાદ ના આવ્યું, પરંતુ જયારે તેમને કહ્યું કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે જે મેં ઓડિશન આપ્યું હતું તેના માટે તેની પસંદગી કરવામાં આવી છે.

હું ખુબ જ પાગલ બની ગઈ, મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. મને નહોતું લાગી રહ્યું કે મને આ રોલ મળશે. જેના બાદ મને કહેવામાં આવ્યું કે કાલથી શૂટ શરૂ થશે તમારું.  મારા માટે આ બહુ જ મોટી વાત છે. જ્યાં સુધી હું શૂટિંગ સેટ ઉપર નહિ પહોંચું મને વિશ્વાસ નહીં થાય.”

અર્શી જણાવે છે કે “મારા માટે આ સપનું સાચું થવા જેવું છે. મને બહુ જ ખુશી થઇ રહી છે. મેં આ એક્સપેટ નહોતું કર્યું. યુટ્યુબ ઉપર મારા રોલને લઈને લોકો ઘણી જ સારી સારી કોમેન્ટ કરે છે. મને આ વાતની પણ ખુબ જ ખુશી છે. મારા માટે આટલા મોટા કલાકારો સાથે કામ કરવું બહુ મોટી વાત છે. અને તારા મહેતા એક હિટ શો છે. મારા માટે ભારતના એક હિટ શોમાં કામ કરવું મોટી વાત છે.”

અર્શી ભરતી વિશે જો વાત કરવામાં આવે ક્ટ તેના પિતા એક એસ્ટ્રોલોજર છે. તો તેની માતા એક રિજનલ સિંગર છે. ધારાવાહિક તારક મહેતામાં રાશિનો રોલ ખુબ જ ધમદાર થવાનો છે. જેના લઈને તેના ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત છે.

Niraj Patel