“તારક મહેતા”માં શૂટિંગમાં ચંપક ચાચાને થઇ છે નાની ઇજા, જાણો કેવી છે હાલ તેમની તબિયત

દર્શકોનો મનપસંદ શો “તારક  મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે, નાના મોટા લોકો આ શોની ભરપૂર મજા માણતા હોય છે. આ શો દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે ત્યારે આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે. શોમાંથી ઘણા એવા પાત્રો છે જે આ શોને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, તો ઘણા એવા પણ પાત્રો છે જે આ શોમાં પહેલેથી જ કામ કરી રહ્યા છે અને હજુ પણ દર્શકોનું મનોરંજન કરાવે છે. એવું જ એક પાત્ર છે ચંપક ચાચાનું.

તારક મહેતામાં ચંપક ચાચાનું પાત્ર અભિનેતા અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. ત્યારે હાલ શોના સેટ પરથી એક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટને શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી છે અને તે ઘાયલ થઇ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમ પણ કહેવામાં આવી રહ્યું છે જે આ ઈજાના કારણે તે ઘણા દિવસ સુધી શોમાં નજર નહિ આવે.

મીડિયા રિપોર્ટ અનુસાર જોઈએ તો “તારક મહેતા ઉલ્ટા ચશ્મા”ની સ્ક્રિપ્ટ અનુસાર એક સીનમાં ચંપક ચાચાને ભાગવાનું હતું. આ શૂટિંગ દરમિયાન જ અમિત ભટ્ટ ભાગી રહ્યા હતા અને ત્યારે જ તેમનું ભાગતા ભાગતા બેલેન્સ બગડ્યું અને તે પડી ગયા. પડી જવાના કારણે તે ઘાયલ પણ થઇ ગયા. જેના બાદ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે.

તો તારક મહેતા શોના મેકર્સ દ્વારા પણ તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. આજ કારણ છે કે હાલમાં ચંપક ચાચા શોનું શૂટિંગ નથી કરી રહ્યા. અમિત ભટ્ટના ઘાયલ થવાના સમાચારથી ચાહકો ચિંતામાં છે અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે ઉત્સુક નજર આવી રહ્યા છે સાથે જ તેમના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી રહ્યા છે. એટલું જ નહિ શોના બીજા કલાકારો પણ અમિત ભટ્ટ જલ્દી સ્વસ્થ થઇને આવી એવી પ્રાર્થના કરી રહ્યા છે. અમિત ભટ્ટે એક વિડીયો બનાવીને કહ્યું કે, ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી.

Niraj Patel