ભવ ભવના સાથી બન્યા ટીના ડાબી અને પ્રદીપ, રિસેપ્શનમાં પહેર્યો એટલો શાનદાર લહેંગો કે જોનારા પણ જોતા જ રહી ગયા, જુઓ રિસેપ્શનનો રજવાડી ઠાઠ-માઠ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સામાન્ય માણસોની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ઘણા સેલેબ્સે હાલમાં જ લગ્ન કર્યા છે, ત્યારે હાલ ખબર આવી રહી છે ટીના ડાબીના લગ્નની. જેમને પ્રદીપ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા, આ લગ્ન અને રિસેપ્શનની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે.

IAS ટીના ડાબી અને IAS પ્રદીપ ગાવંડે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બંને એકબીજાના બની ગયા છે. લગ્નનો એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં ટીના અને પ્રદીપ સફેદ પોશાકમાં એકબીજાની સામે ઉભા જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સમારોહ પણ ભીમરાવ આંબેડકરના ફોટાની સામે થઈ રહ્યો હતો.

તસ્વીરમાં પ્રદીપ અને ટીનાના ગળામાં માળા જોવા મળે છે અને લોકો તેમના પર ફૂલો વરસાવે છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોનું ધ્યાન આંબેડકરના ફોટા તરફ પણ ગયું. એક વ્યક્તિએ લખ્યું “બાબાસાહેબની તસવીર જોઈને આનંદ થયો.”

ત્યારે હવે IAS ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેના ભવ્ય રિસેપ્શનની તસવીરો સામે આવી છે. આ કાર્યક્રમ જયપુરના 22 ગોડાઉનમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલમાં યોજાયો હતો. ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેના સત્કાર સમારંભમાં તેમના મિત્રો અને અમલદારો અને રાજકીય હસ્તીઓ તેમને શુભેચ્છાઓ આપવા માટે આવ્યા હતા.

મિત્રો અને સ્નેહીજનોએ નવદંપતીને ખૂબ જ સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેએ પણ મિત્રો સાથે ઘણી તસવીરો પડાવી હતી. ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેને પણ તેમના મિત્રો દ્વારા સત્કાર સમારંભ પ્રસંગે ભેટ આપવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે ટીના ડાબીએ મિત્રોને શુભેચ્છા પાઠવી હતી, ત્યારે પ્રદીપ ગાવંડે મિત્રોએ આપેલી ભેટને ખૂબ જ ઉત્સાહથી ખોલતા જોવા મળ્યા હતા.

રિસેપ્શન લુકમાં ટીના ડાબી ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. તેમને ડાર્ક મરૂન કલરનો લહેંગા પહેર્યો હતો. આ ઉપરાંત તેમને ટીકા અને ચોકર દ્વારા પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. ટીના લગ્નના અને રિસેપ્શન બંને લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ટીના અને પ્રદીપના લગ્નની ઘણી બધી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

Niraj Patel