ટીના અંબાણીએ સાસુ કોકિલાબેન માટે મધર્સ ડેના દિવસે શેર કરી હ્રદય સ્પર્શી પોસ્ટ, જાણો

દુનિયાભરના લોકોએ કાલે મધર્સ ડે મનાવ્યો, સોશિયલ મીડિયા પર મધર્ડ ડે પર ઘણી પોસ્ટ પણ લોકોએ શેર કરી હતી. ઘણી હસ્તિઓએ તેમના જીવનમાં માતાઓ પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. માર્ક જુકરબર્ગ અને જેફ બેજોસ જેવા અરબપતિઓથી લઇને બોલિવુડ સ્ટાર્સ સુધી અનેક લોકોએ સોશિયલ મીડિયા પર સ્પેશિયલ પોસ્ટ લખી. અંબાણી પરિવારની નાાની વહુ ટીના અંબાણીએ તેમની સાસુ કોકિલાબેન માટે એક દિલને સ્પર્શી જાય તેવી પોસ્ટ શેર કરી છે.

ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીની નાની વહુ ટીના અંબાણીએ મધર્સ ડેના ખાસ અવસર પર સાસુ કોકિલાબેનને યાદ કરી ખૂબ જ સરસ પોસ્ટ શેર કરી છે. તેમણે 3 તસવીરો શેર કરી છે અને સાથે જ કેપ્શન પણ દિલને સ્પર્શી જાય તેવું લખ્યુ છે.

ટીના અંબાણીએ શેર કરેલી તસવીરોમાંથી પહેલી તસવીરમાં તે તેના બંને દીકરા જય અનમોલ અને જય અંશુલ સાથે જોવા મળી રહી છે, બીજી તસવીરમાં તેની માતા અને ત્રીજી તસવીરમાં કોકિલાબેન અંબાણી જોવા મળી રહ્યા છે.

આ તસવીરો શેર કરવાની સાથે ટીનાએ કેપ્શન પણ લખ્યુ છે કે, દુનિયામાં સૌથી પ્રેમાળ જગ્યા માતાનો ખોળો છે. જયાં મળે છે સૂકુન અને ખૂબ જ પ્રેમ. માતૃત્વથી વધારે ખુશી આપનાર કોઇ વસ્તુ નથી. મારી બંને માતાઓને ખૂબ જ પ્રેમ. ગયા વર્ષે 2020ના મધર્સ ડેના અવસર પર ટીનાએ પરિવાર સાથેની કેટલીક તસવીર શેર કરી હતી.

11 ફેબ્રુઆરી 1957ના રોજ મુંબઇમાં જન્મેલી ટીના મુનીમને અનિલ અંબાણીએ પહેલીવાર 1986માં એક લગ્ન દરમિયાન જોયા હતા. જો કે, અનિલ અંબાણીની નજર એ લગ્નમાં ટીનાા પર પડી એનું કારણ છે કે, પૂરી પાર્ટીમાં ટીના એક જ એવી લેેડી હતી જે બ્લેક સાડીમાં જોવા મળી હતી. ટીનાને જોઇ તો અનિલ અંબાણી તેમના પર ફિદા થઇ ગયા હતા અને તેઓ ઘણીવાર સુધી તેને જોતા જ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

Shah Jina