17 વર્ષની ઉંમરે આ છોકરો બની ગયો 100 કરોડની કંપનીનો માલિક, સ્કૂલ જવાની ઉંમરમાં રાખી કામયાબીની નીંવ- જાણો સક્સેસ સ્ટોરી

સ્કૂલ જવાની ઉંમરે શરૂ કરી કંપની, કોરોડમાં પહોંચાડી દીધુ ટર્નઓવર, સેંકડો લોકોને આપી નોકરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Tilak Mehta Success Story : જે ઉંમરે બાળકો સ્કૂલ જાય છે તે દરમિયાન એક બાળકે પોતાની મહેનતના દમ પર 100 કરોડની કંપની ઊભી કરી દીધી. આ વાત પર ઘણા લોકોને વિશ્વાન નહિ થાય પણ આવું કરી બતાવ્યુ છે મુંબઇના રહેવાવાળા તિલક મહેતાએ. તિલકે નાની ઉંમરમાં મોટી મિશાલ પેશ કરી દીધી. તિલક મહેતાએ અભ્યાસ સાથે સાથે બિઝનેસને પણ જારી રાખ્યો અને 2 વર્ષમાં એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બની ગયો.

17 વર્ષની ઉંમરે 100 કરોડની કંપનીનો માલિક

સ્કૂલ જવાની નાની ઉંમરમાં તે 200 જેટલા લોકોને રોજગાર આપી રહ્યો છે. વર્ષ 2006માં ગુજરાતમાં જન્મેલ તિલક મહેતા 17 વર્ષનો થઇ ગયો છે. તિલક મહેતાના પિતા વિશાલ મહેતા એક લોજિસ્ટિક કંપની સાથે જોડાયેલા છે, જ્યારે માતા કાજલ હાઉસવાઇફ છે. તેની એક બહેન પણ છે. બાળપણથી જ એક ઘટનાથી તિલકને બિઝનેસ શરૂ કરવાનો આઇડિયા આવ્યો હતો. ઓફિસથી આવ્યા બાદ જ્યારે તિલક તેના પિતાને બજારમાંથી સ્ટેશનરીનો સામાન લાવવાનું કહેતો હતો.

બુકની હોમ ડિલીવરી કરવાનો આઇડિયા આવ્યો

વધારે થાકી જવાને કારણે તેના પિતા ના પાડતા હતા. એવામાં તિલક મહેતાને બુકની હોમ ડિલીવરી કરવાનો આઇડિયા આવ્યો. તેણે તેનો બિઝનેસ પ્લાન તેના પિતાને જણાવ્યો. તિલકે કુરિયર સર્વિસ કરવાનો પૂરો પ્લાન તૈયાર કરી દીધો. પિતાએ તેને શરૂઆતી ફંડ આપ્યુ, તેની મુલાકાત બેંક અધિકારી ઘનશ્યામ પારેખ સાથે કરાવી, જેણે તિલકના બિઝનેસમાં રોકાણ કર્યુ. તિલકનો આઇડિયા સાંભળી તેમણે બેંકની નોકરી છોડી બિઝનેસ જોઇન કરી લીધો.

કંપની મોબાઇલ એપથીઆપે છે લોકોને ડોરસ્ટેપ સર્વિસ

બંનેએ મળી પેપર એન પાર્સલ નામની કુરિયર સર્વિસની શરૂઆત કરી. વર્ષ 2006માં ગુજરાતમાં જન્મેલ તિલક મહેતા પેપર એન પાર્સના ફાઉંડર છે. આ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે, જે શિપિંગ અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલ સેવા આપે છે. આ માટે કંપની પાસે એક મોટી ટીમ છે. આ કંપની મોબાઇલ એપથી લોકોને ડોરસ્ટેપ સર્વિસ આપે છે. કંપની સાથે 200 કર્મચારી અને 300થી વધારે ડબ્બાવાળા જોડાયેલા છે.

ટર્નઓવર 100 કરોડ રૂપિયા

આ કર્મચારીઓ દ્વારા કંપની રોજ હજારો પાર્સલ ડિલીવર કરે છે અને આ માટે લગભગ 40થી180 રૂપિયા ચાર્જ કરે છે. એક રીપોર્ટ અનુસાર, તિલક મહેતાની કંપનીને એટલી મોટી કામયાબી મળી કે ટર્નઓવર 100 કરોડ રૂપિયા સુધી પહોચી ગયુ. 2021માં તિલક મહેતાની નેટવર્થ 65 કરોડ રૂપિયા હતી, જ્યારે મંથલી સેલરી 2 કરોડ હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina