આ પ્રખ્યાત ટિકટોકર ડોક્ટરનું 31 વર્ષની નાની ઉંમરમાં જ થયું નિધન, મોતના થોડા સમય પહેલા જ મૃત્યુ અંગે કરી હતી જાહેરાત.. જુઓ

પ્રખ્યાત ટિકટોકર ડૉ. કિમ્બર્લી નિક્સનું 31 વર્ષની વયે અવસાન, કેન્સર સામે હારી જંગ

Tik Tok Star Kimberley Nix Dies : મનોરંજન જગતમાંથી એક પછી એક આવતા દુઃખદ ખબરના કારણે ચાહકોમાં પણ ઊંડો શોક જોવા મળતો હોય છે, ત્યારે હાલ એવી જ એક ખબરે લોકોને આઘાતમાં મૂકી દીધા છે. પ્રખ્યાત ઈનફ્લુએન્સર ડૉ. કિમ્બર્લી નિક્સનું 31 વર્ષની વયે અવસાન થયું છે. ડૉ. કિમ્બર્લી નિક્સે TikTok પર કેન્સર સામેની તેણીની લડાઈનું ડોક્યુમીટેશન કર્યું. કિમ્બર્લી ત્રણ વર્ષથી મેટાસ્ટેટિક સાર્કોમા સામે લડી રહી હતી અને તેણે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સફર શેર કરી હતી.

તેના નિધન પહેલા, તેણે તેના પ્રોફાઇલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ સમાચારની પુષ્ટિ કરી હતી.  ડૉ. કિમ્બર્લી નિક્સના આકસ્મિક નિધનથી ચાહકો પણ આઘાતમાં છે. ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને દરેક તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કિમ્બર્લી TikTok પર ખૂબ જ લોકપ્રિય હતી અને ચાહકોએ તેના વીડિયોને ખૂબ પસંદ કર્યા હતા. નિક્સના વીડિયોને લાખો વ્યૂઝ મળતા હતા. તે માત્ર કેન્સર સામેની લડાઈ માટે જ નહીં પરંતુ તેના કામ માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી.

જો કે, તેને વર્ષ 2021માં નોટિસ પણ મળી હતી, જ્યારે તેણે જાગૃતિ ફેલાવી હતી અને લોકોને તેની મુસાફરી વિશે જણાવ્યું હતું. કિમ્બર્લી બીચ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેનું કામ અને તેની યાદો હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે. ડૉ. કિમ્બર્લી નિક્સના નિધન પર સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ડૉ. કિમ્બર્લી નિક્સ, કેલગરી, આલ્બર્ટાના રહેવાસી હતી અને 137,000 થી વધુ ફોલોઅર્સ સાથે પ્રખ્યાત વ્યક્તિત્વ ધરાવતી હતી. તેના વીડિયો લાખો લોકો સુધી પહોંચ્યા, ઘણા લોકોને પ્રેરણા આપી. તેણી તેના ‘ગેટ રેડી વિથ મી’ વિડીયો માટે ખૂબ પ્રખ્યાત હતી, જેમાં તેણીએ કેન્સર સામેની લડાઈના વિડીયો શેર કર્યા હતા.

Niraj Patel