...
   

ખુંખાર વાઘને પણ આ નાના અમથા બતકે પાણીની અંદર પાણી ભરતો કરી નાખ્યો, પળવારમાં જ આપ્યો એવો ચકમો કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા વાર નથી લાગતી, રોજના હજારો લખોની સંખ્યામાં વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોવા પણ લોકોને ખુબ જ પસંદ હોય છે અને તેમાં પણ પ્રાણીઓ અને પક્ષીઓના ક્યૂટ વીડિયો જોવાનું તો કોને ના ગમે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોના હોશ ઉડાવી દીધા છે.

વાઘને મૂર્ખ બનાવતી બતક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ટૂંકી 10-સેકન્ડની ક્લિપ 4.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. વીડિયો શરૂ થતાં જ એક ભૂખ્યો વાઘ ગંદા પાણીમાં તરતી બતકની નજીક આવતો જોવા મળે છે. શિકારી વાઘ પક્ષી તરફ ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધી રહ્યો છે, જે આવનારા ખતરાથી અજાણ છે.

પરંતુ જેવો જ વાઘ બતક ઉપર હુમલો કરવા જાય છે કે  તરત વાઘની આંખો ચાર થઇ જાય છે. અચાનક તેની આંખો સામેથી બતક ગાયબ થઇ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બતક સીધું જ પાણીની અંદર ડૂબકી લગાવી લે છે, જેના કારણે વાઘ તેને શોધ્ધતો રહી જાય છે, પરંતુ ક્યાંય દેખાતું નથી. પછી જેવો જ વાઘ બીજી દિશામાં ફરે છે કે તરત બતક પાણીમાંથી બહાર આવે છે.

આ વીડિયો બ્યુટેન્જેબીડેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, પરંતુ લોકેશનનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક યુઝરે ટ્વીટ કર્યું, ‘એવું લાગે છે કે બતક સામાન્ય રીતે વાઘ કરતાં વધુ સ્માર્ટ હોય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બતક એટલો આત્મવિશ્વાસ ધરાવતું હતું કે તેણે ઉડવાની પણ તસ્દી લીધી ન હતી. બસ એક બાજુથી આરામથી ડૂબી ગઈ અને બીજી બાજુ બહાર આવી.

Niraj Patel