તમે સપનામાં પણ નહિ જોયો હોય આવી છલાંગ લગાવતો વાઘ, ચાલુ બોટમાંથી પાણીમાં લગાવી એવી છલાંગ કે જોનારા પણ ફફડી ઉઠ્યા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોતાંની સાથે જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વાઘ બોટમાંથી છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે. આ અદભુત અને અકલ્પનિય દૃશ્ય જોવાનું લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ આ વીડિયો જોઈને લોકોને ફિલ્મ “લાઈફ ઓફ પાઈ”ની યાદ પણ આવી ગઈ.

IFS ઓફિસર પરવીન કાસવાને સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ એક વાઘનો વીડિયો છે જેમાં તે છલાંગ લગાવીને પાણીમાં કૂદી રહ્યો છે. ખરેખર, આ વાઘને બચાવીને સુંદર જંગલમાં છોડી દેવાનો હતો. વાઘે બોટમાંથી એવી રીતે છલાંગ લગાવી કે બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હવે આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં છવાયેલો છે.

ટ્વિટર પર વીડિયો શેર કરતાં ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને લખ્યું “વાઘે જોરદાર છલાંગ લગાવી. સુંદરવનમાંથી વાઘને બચાવી અને છોડવામાં આવતો હોવાનો જૂનો વીડિયો.” આ વીડિયો 1 મિનિટ 49 સેકન્ડનો છે. આ વીડિયોને જોઈને યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ આવી ઘટના જીવનમાં પહેલીવાર જોઈ છે.

આ વીડિયોમાં વાઘની છલાંગ જોવા મળી રહી છે, તેની સાથે તેનું સ્વિમિંગ પણ જબરદસ્ત છે. આમાં તે સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. લોકોએ તેના સ્વિમિંગ વિશે પણ કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે આ જ અધિકારીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો. ફેબ્રુઆરીમાં તેમણે હિમાલયન કાળા રીંછના બચાવનો એક વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું. સ્વતંત્રતા કેવી દેખાય છે?

Niraj Patel