રસ્તા વચ્ચે બેઠો હતો વાઘ, ત્યારે પાછળથી આવી ગયો હાથી, જુઓ પછી શું થયું…

રસ્તા વચ્ચે શાનથી બેઠો હતો વાઘ, પાછળથી આવી ગયો હાથી, દેખતા જ- જુઓ વીડિયો

વાઘ ઘણા શાનથી રસ્તાની વચ્ચે બેઠો હતો અને પાછળથી એક હાથી ધીરે ધીરે ચાલીને વાઘની તરફ વધતો જઇ રહ્યો હતો એટલામાં જ જેવો વાઘ પાછળ જોવે છે સીધી નજર હાથી પર પડે છે. વાઘ અચાનક ત્યાંથી ઊભો થાય છે અને ઝડપથી દોડીને ત્યાંથી જતો રહે છે. વાઘ શિકાર કરવાના બાબતે બધા જાનવરો કરતા ઘણો ઝડપી હોય છે અને તે કોઈનાથી ડરતા નથી. પણ ઘણી વાર એવું પણ થતું હોય છે કે ખતરનાક વાઘ હાથીઓથી ડરી જાય છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અભિનેત્રી અને વન્યજીવ કાર્યકર્તા દિયા મિર્ઝાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ જંગલમાં હાથી માટે રસ્તો આપી રહ્યો છે. વીડિયોમાં હાથીને જંગલના રસ્તા પર ચાલતો દેખાડવામાં આવ્યો છે જે રસ્તા પર હાથી ચાલી રહ્યો છે ત્યાં વચ્ચે એક વાઘ બેઠો છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે વાઘ ખુબ જ શાનથી રસ્તા વચ્ચે બેઠો છે અને પાછળથી એક હાથી ધીરે ધીરે ચાલતો આવી રહ્યો છે. તેટલામાં જેવું વાઘ પાછળ જોવે છે તેવી તેની નજર સીધી હાથી પર પડે છે. વાઘ અચાનક ત્યાંથી ઉભો થઇ જાય છે અને ઝડપથી ભાગીને ત્યાંથી જતો રહે છે. પછી હાથી માટે આગળ જવાનો રસ્તો સાફ થઇ જાય છે. ટ્વિટર પર વીડિયો શેર કરતા દિયા મિર્ઝાએ લખ્યું કે, “જુઓ અંતમાં શું થાય છે !” લોકો તે વીડિયો પર ઘણી બધી કોમેંટ્સ પણ કરી રહ્યા છે. વિડિયોને અત્યાર સુધી 1 લાખ કરતા વધુ પણ જોવાઈ ગયો છે.

IFS અધિકારી પરવીન કસ્વાએ લખ્યું, ” જેમ કે હું હંમેશા કહું છુ હાથી જંગલનો સ્વામી કહેવાય છે… કોઈ પણ તેની સામે ઉભા રહેવાની તક નથી લઇ શકતું. જંગલમાં વાઘ સામાન્ય રીતે હરણ, વાંદરા અને ભૂંડ જેવા મોટા કે નાના આકાર વાળા સ્તનધારીઓનો શિકાર કરે છે. પૂર્ણ વિકસિત હાથીઓનો શિકાર કરવા વાળા વાઘના ઉદાહરણ દુર્લભ છે, પરંતુ સાંભળ્યું ના હોય તેવું પણ નથી. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર 2009માં એરાવિકુલમ વન્યજીવ પાર્કના અંદર એક વાઘે હાથીને મારી નાખ્યો હતો.

Patel Meet