માનવતા ખરેખર મરી પરવારી, તળાવ કિનારે પાણી પીવા ગયેલા વાઘના બચ્ચાને ગામના લોકોએ પથ્થર મારી મારી અને અધમુવો કરી નાખ્યો, જુઓ વીડિયો

વન્ય જીવોનું રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણો માનવતા ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. ઘણા લોકો જંગલ સફારીમાં જતા હોય છે ત્યારે પણ તે પ્રાણીઓને હેરાન કરતા હોય છે, ઘણા લોકો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને પરેશાન કરે છે, તો ઘણા એવા પણ હોય છે જેમને રસ્તા ઉપર ચાલતા પણ કોઈ પ્રાણી દેખાય તો તેને પથ્થર મારે છે.

ત્યારે હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તો તમને માનવતા શર્મસાર થતી હોય તેમ લાગશે. આ મામલો મધ્યપ્રદેશના સિવની જિલ્લાનો છે. અહીંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘના બે બચ્ચા કેટલાક ગ્રામીણો દ્વારા કથિત રૂપે પથ્થરમારાથી ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેઓ તેમને એટલી ખરાબ રીતે ફટકારે છે કે બિચારા નાના વાઘના બચ્ચા ચાલી પણ શકતા નથી.

ટ્વિટર પર આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે. તે જ સમયે, એક વ્યક્તિએ તરત જ વાઘના બચ્ચાને પાછળથી પથ્થરમારો કર્યો. આ વાઘના બચ્ચાથી સારી રીતે ચાલી પણ શકાતું નથી, કદાચ તેનો આગળનો પગ પણ ભાંગી ગયો છે.

જણાવી દઈએ કે, વન વિભાગની ટીમને આ અંગેની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં, તેને કાન્હા ટાઈગર રિઝર્વના બચાવ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. સિવની વન વિભાગના મુખ્ય વન સંરક્ષક એસ.એસ. ઉદ્દેનું કહેવું છે કે આ ઘટના મંગળવારે સવારે પીપર તાલ તળાવના જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિલોમીટર દૂર બેલગામ ગામ પાસે બની હતી.

અહીં 14-15 મહિનાના બંને બચ્ચા પાણી પીવા માટે આવ્યા હતા. ત્યારે જ ગ્રામજનોએ ત્યાં બચ્ચા જોયા. પછી તેમણે બાકીના લોકોને પણ બોલાવ્યા. તે લાકડીઓ અને ડંડાઓ સાથે ત્યાં પહોંચ્યો અને ઝાડીઓમાં છુપાયેલા વાઘના બચ્ચાને મારવા લાગ્યા. જ્યારે લોકોએ આ ઘટનાનો વીડિયો જોયો તો બચ્ચાને પથ્થરો મારનારા લોકો પર તેઓ ગુસ્સે ભરાયા.

Niraj Patel