આ ફોટામાં જોવા મળતો 17 વર્ષનો છોકરો છે ભારતનો અબજોપતિ બિઝનેસમેન, જણાવો કોણ છે?

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શનિવારે એક જૂની યાદો તાજી કરતા 17 વર્ષની ઉંમરની જૂની તસવીર શેર કરી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને જણાવ્યું કે તેઓ કેવી રીતે તેમના મિત્રો સાથે વીકએન્ડ પસાર કરતા હતા. તેણે કહ્યું, તે સમયે તેને ટ્રક રાઈડ કરવાનું કેટલું પસંદ હતું. તેણે ટ્વિટર પર 1972ની પોતાની એક તસવીર બતાવી છે, જ્યારે તે 17 વર્ષના હતા.

ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘યુવાનીના શ્રેષ્ઠ વીકેન્ડને યાદ કરું છું. 1972 માં હું 17 વર્ષનો હતો. હું અને મારો એક મિત્ર અવારનવાર ‘બોમ્બે’ થી ‘પૂના’ સુધી ટ્રક પર સવારી કરતા. કદાચ ત્યારે જ હું ખુલ્લા રસ્તાઓના પ્રેમમાં પડી ગયો હતો. તે સમયે બોલિવૂડની ફિલ્મ ‘પરિચય’ આવી હતી અને અમે ‘મુસાફિર હું યારોં’ ગાતા જઈ રહ્યા હતા.

શેર કરેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં આનંદ મહિન્દ્રા પેન્ટ શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં મેદાન જોવા મળે છે. આ ફોટો 1972 માં તેના હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવા માટે ગયા તે પહેલાના થોડા વર્ષોની છે.

આનંદ મહિન્દ્રાએ એમ પણ જણાવ્યું કે તેઓ અને તેમના મિત્રો 1972ની ફિલ્મ પરિચયમાંથી મુસાફિર હૂં યારો ગાતા હતા, જ્યારે તેઓ બોમ્બે અને પૂના વચ્ચે મુસાફરી કરતા હતા. આ ફોટોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો ફોટો પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે આનંદ મહિન્દ્રાએ પોતાના ફોલોઅર્સ સાથે પોતાનો થ્રોબેક ફોટો શેર કર્યો હોય. આ વર્ષની શરૂઆતમાં, તેણે ઉટીમાં તેના શાળાના દિવસોની એક તસવીર શેર કરી હતી જેમાં અબજોપતિ ઉદ્યોગપતિ સ્કૂલ બેન્ડના સભ્ય તરીકે જોવા મળ્યા હતા.

આનંદ મહિન્દ્રાનો જન્મ 1955માં દિવંગત ઉદ્યોગપતિ હરીશ મહિન્દ્રા અને ઈન્દિરા મહિન્દ્રાને ત્યાં થયો હતો. તેણે ઉટી નજીક લવડેલમાં આવેલી લોરેન્સ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તે પછી તે હાર્વર્ડ ભણવા ગયા.

YC