બોયફ્રેન્ડ સાથે મજા કરતી હતી માતા…અચાનક એવું થયું કે 3 વર્ષની દીકરીને માતાએ મારી નાખી

3 વર્ષની આ પ્રેમાળ દીકરીને માતાએ જ આપી દીધી દર્દનાક મોત, એક વર્ષ બાદ સામે આવી હકિકત- જાણો કારણ

માતાને બાળકના સૌથી નજીક માનવામાં આવે છે કારણ કે તે જન્મદાતા હોય છે. માતાને પોતાના બાળકથી ઘણો પ્રેમ હોય છે. તે પોતાના બાળક પ્રત્યે પ્રેમ વરસાવવાનો કોઇ પણ મોકો છોડતી નથી. પરંતુ હાલમાં તો કંઇક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માતાએ પોતાના બાળક પ્રત્યે પ્રેમ વરસાવવાની જગ્યાએ તેને દર્દનાક મોત આપી દીધી. કોર્ટે એક માતાને તેની જ દીકરીની હત્યા માટે દોષી ગણાવી.

23 વર્ષિય માતા નિકોલાએ એક વર્ષ પહેલા 9 ઓગસ્ટના રોજ તેના પ્રેમી સાથે મળીને દીકરીની હત્યા કરી દીધી, પરંતુ ચોંકાવનારી વાત તો હત્યાનું કારણ છે. એક વર્ષ બાદ જયારે પૂરા કેસનો ખુલાસો થયો તો જજ પણ હેરાન રહી ગયા.વર્ષ 2020માં 9 ઓગસ્ટના રોજ કાયલી જાયદે પ્રીસ્ટ નામની 3 વર્ષિય બાળકી ઘરમાં મૃત મળી આવી. બાળકીની છાતી અને પેટ પર ઇજાના નિશાન હતા. પોતે બાળકીની માતાએ પોલિસને ફોન કરી ખબર આપી હતી. જયારે અધિકારીઓએ તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી.

ડેલી મેલના રીપોર્ટ અનુસાર, મહિલાએ તેની દીકરીની હત્યા એ માટે કરી કારણ કે તે અને તેનો પ્રેમી સંબંધ બનાવવા માંગતા હતા પરંતુ બાળકી અડચણ રૂપ બની હતી. માતાએ પોલિસથી બચવા માટેની પૂરી પ્લાનિંગ કરી હતી, પરંતુ સીસીટીવી ફુટેજે પૂરી પોલ ખોલી દીધી. પોલિસે તપાસમાં ઘણા સીસીટીવી ફુટેજ નીકાળ્યા. ફુટેજમાં જોવા મળ્યુ કે, હત્યાથી ઠીક પહેલા માતા તેની દીકરીને લઇને જઇ રહી છે. જયારે પોલિસે કડકાઇથી પૂછપરછ કરી તો તેણે પૂરી હકિકત જણાવી દીધી.

આ મામલો બ્રિટનનો છે. પોલિસ તપાસમાં ખબર પડી કે માતા અને પ્રેમીએ બાળકીને ખરાબ રીતે મારી હતી, જેના થોડીવાર બાદ તેણે દમ તોડી દીધો. કોર્ટમાં જસ્ટિસે કહ્યુ કે, 8 ઓગસ્ટની સાંજે તમે રેડફર્ન પ્રીસ્ટના ફ્લેટમાં ગયા. તમે બંનેએ સંબંધ બનાવ્યા, તે બાદ જે થયુ તેની કોઇ સાબિતી મળી નથી. કોર્ટમાં સીસીટીવી ફુટેજ પણ બતાવવામાં આવ્યા. કોર્ટમાં માતા અને પ્રેમી બાળકીની મોત માટે એકબીજાને જવાબદાર ગણાવતા રહ્યા. કોર્ટે માતાને 15 અને તેના પ્રેમીને 14 વર્ષની સજા સંભળાવી.

Shah Jina