રસ્તા ઉપર દોડતી જોવા મળી એક નવા પ્રકારની વેગન આર કાર, નજીક જઈને જોયું તો જોનારામાં મચી ગયો હાહાકાર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર રોજ ઘણા બધા અદ્ભુત વીડિયો વાયરલ થતા હોય છે.  ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને લોકો હક્કાબક્કા રહી જાય. ઘણીવાર વીડિયોની અંદર અજબ ગજબના જુગાડ પણ જોવા મળતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું માથું ચક્કર આવી જશે’

વીડિયોમાં જો તમે પાછળથી આ વાહનને જોશો તો તે એક કાર જેવું તમને દેખાશે અને જો તમે તેને સામેથી જોશો તો તે એક ઓટો રીક્ષા જેવું દેખાશે. વીડિયોમાં આ ઓટો કાર જોઈને લોકો ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો કલ્પના કરો કે જેણે પણ તેને સામેથી જોઈ હશે, તે તેના શું હાલ થયા હશે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયો એક કારમાંથી શૂટ કરવામાં આવ્યો છે. એક લાલ રંગની કાર આગળ જતી જોવા મળે છે. પાછળથી જોતાં તે વાહન વેગન આર કાર જેવું લાગે છે પરંતુ જ્યારે તમે તેને આગળથી જોશો તો તે એક ઓટો રીક્ષા દેખાશે. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને તમે તેને ભારતનો શ્રેષ્ઠ જુગાડ કહી શકશો.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

આ વીડિયો rvcj પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને એક લાખ 70 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે. આ વિડીયો ખરેખર ખુબ જ સરસ છે જે તમને જોવાની મજા આવશે.

Niraj Patel