મોહમ્મદ અલી જીન્નાની આ ત્રણ ખાસ વસ્તુઓ થઇ હતી તેમનાથી અલગ, એક વસ્તુ માટે તો તેમને લાગતુ હતુ કે ભારતીયો તેના માટે લાયક નથી

જીન્નાની ત્રણ ખૂબ જ કિંમતી વસ્તુ, જેને તે પાકિસ્તાન ના લઇ જઇ શક્યા…એક વસ્તુ માટે તો તેમને લાગતુ હતુ કે ભારતીયો તેના માટે લાયક નથી

મોહમ્મદ જીન્ના ભલે તેમના માટે એક અલગ મુલ્ક પાકિસ્તાન બનાવવામાં કામયાબ રહ્યા હોય પરંતુ તે તેમની સાથે ત્રણ ખૂબ જ કિંમકી વસ્તુઓ પાકિસ્તાન ના લઇ જઇ શક્યા. શું તમને ખબર છે કે એ ત્રણ વસ્તુઓ કઇ હતી ? જો નથી ખબર તો આજે અમે તમને એ જણાવવા જઇ રહ્યા છીએ. તે પહેલા જાણી લઇએ જીન્ના સાથે જોડાયેલ કેટલીક વાતો.

મોહમ્મદ અલી જીન્ના સૌરાષ્ટ્રના કાઠિયાવાડથી સંબંધ રાખતા હતા. એવું માનવામાં આવે છે કે, તેમના લગ્ન 16 વર્ષની ઉંમરમાં જ કરાવી દેવામાં આવ્યા હતા. કારણ કે તેમની માતાને એ ડર હતો કે તે વિદેશ જઇને કોઇ સ્ત્રી સાથે લગ્ન ના કરી લે.

જીન્નાની માતાએ તેમના એક સંબંધીની દીકરી સાથે તેમના લગ્ન કરાવી લીધા જેનું નામ અમીબાઇ હતુ. પરંતુ દુર્ભાગ્યવશ અમીબાઇની ખૂબ જલ્દી મોત થઇ ગઇ. તેમની મોત બાદ જયારે જીન્ના ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી રહ્યા હતા તે બાદ તેઓ પાછા મુંબઇ આવી ગયા અને અહીં વકાલત કરવા લાગ્યા.

અહીં તેમના ક્લાઇંટ્સમાં એક કરોડપતિ પારસી વેપારી હતા, જેનું નામ દિનશો માનેકજી પેટિટ હતુ. એકવાર જીન્ના કોઇ કામથી દિનશોના ઘરે ગયા અને ત્યાં તેમની મુલાકાત દિનશોની દીકરી રતનબાઇ ઉર્ફે રુટી સાથે થઇ અને તેઓ તેને દિલ આપી બેઠા.

બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જિન્નાએ લગ્નની વાત રતનબાઇના પિતા દિનશો સાથે કરી પરંતુ તે આ વાત સાંભળતા જ ગુસ્સે થઇ ગયા કારણ કે જીન્ના મુસ્લિમ હતા. તેમણે તેમની દીકરીને સ્પષ્ટ કહી દીધુ કે તે જીન્નાને ના મળે, પરંતુ તે છત્તાં પણ બંને વચ્ચે પ્રેમનો પરવાન ચઢ્વા લાગ્યો અને તે બાદ 18 વર્ષની થતા રતનબાઇએ ઘર્મ પરિવર્તન કરી લગ્ન કરી લીધા અને પારસી સમાજથી સંંબંધ તોડી દીધો.

15 ઓગસ્ટ 1919ના રોજ રતનબાઇએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ દીના રાખવામાં આવ્યુ. પરંતુ કેટલાક વર્ષો બાદ 20 ફેબ્રુઆરી 1929ના રોજ રતનબાઇની મોત કેન્સરથી થઇ અને જીન્નાએ તેમની પત્નીને હંમેશા માટે ખોઇ દીધી.

મોહમ્મદ જીન્નાની દીકરી દીનાને એક પારસી ઉદ્યોગપતિ નેવિલ વાડિયા સાથે પ્રેમ થઇ ગયો. દીનાનો આ નિર્ણય જીન્નાને પસંદ ન આવ્યો. તે ઇચ્છતા હતા કે દીના કોઇ મુસ્લિમથી નિકાહ કરે. તેમણે તેમની દીકરીને અહીં સુધી કહી દીધુ હતુ કે, મુંબઇ શહેરમાં લાખો મુસ્લિમ છે, શું તને પારસી જ મળ્યો. આ વાત પર દીનાએ તેના પિતાને જવાબ આપતા કહ્યુ કે, શુ તમને પણ લગ્ન માટે એક પારસી જ મળી હતી.

આ પર જીન્નાએ કહ્યુ કે, તારી માતા પારસીથી મુસ્લિમ બની ગઇ હતી. દીનાએ તેના પિતાની વાત ના માની અને નેવિલ વાડિયા સાથે લગ્ન કરી લીધા. આવી રીતે તેમની દીકરી પણ તેમનાથી અલગ થઇ ગઇ અને તે ભારતની થઇને રહી ગઇ.

એવું માનવામાં આવે છે કે, સપ્ટેમ્બર 1948માં જયારે જીન્નાની મોત થઇ તો તેના અંતિમ સંસ્કારમાં દીના વાડિયા પહોંચી અને શોક સંદેશમાં લખ્યુ કે, ઘણી દુખદ સ્થિતિમાં તેમનુ પાકિસ્તાન બનાવવાનું સપનું સાકાર થયુ છે.

મુંબઇના સૌથી પોશ વિસ્તાર મલબાર હિલ્સ પર મોહમ્મદ અલી જીન્નાનો એક બંગલો હતો, જેને જીન્ના હાઉસ પણ કહેવામાં આવે છે. જીન્નાનો આ બંગલો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આવાસ પાસે છે. જીન્નાએ તેને વર્ષ 1936માં બનાવડાવ્યો હતો અને તેમાં ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટની લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં ઘણીવાર જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત થતી હતી.

તમને જણાવી દઇએ કે, જયારે ભારતનું વિભાજન થયુ તો જીન્નાએ નેહરુને કહ્યુ કે, તે આ બંગલાને યુરોપીય દૂતાવાસને સોપી દે કારણ કે તેમને લાગે છે કે ભારતીય આ બંગલાને લાયક નથી. બાદમાં આ બંગલાને બ્રિટિશ હાઇ કમિશન પર લીઝ પર દેવામાં આવ્યુ અને વર્ષ 2003માં તેને ખાલી કરાવી દેવામાં આવ્યુ.

જીન્નાએ તેમની વસિયતમાં કયારેય આ બંગલાનો ઉલ્લેખ કર્યો નથી અને ના તો કાનૂની રીતે તેમની દીકરી દીનાનો સોંપ્યો છે. આ બંગલા પર દીના વાડિયા સાથે સાથે પાકિસ્તાને પણ તેનો હક જતાવ્યો હતો, પરંતુ તે અસફળ રહ્યા. આવી રીતે જીન્નાની ત્રણ સૌથી કિંમતી વસ્તુઓ તેમનાથી અલગ થઇ ગઇ.

Shah Jina