5 દીકરીઓનો જન્મ થયો તો માતા-પિતાને સાંભળવા પડ્યા હતા મેણા-ટોંણા, હવે 3 છે ઓફિસર, બે એન્જીનિયર

પરિવારમાં છે 2 IAS, 1 IPS અને 1 IRS…દીકરીઓના જન્મ થયો તો લોકોએ કહ્યું ગર્ભપાત કરાવી દો

રૂઢિવાદી વિચાર રાખનાર લોકો દીકરીઓને બોજ સમજે છે અને કન્યા ભ્રૂણ જેવી વારદાતને અંજામ આપે છે. ઉત્તરપ્રદેશના બરેલીમાં પણ ચંદ્ર સેન સાગરને પાંચ દીકરીઓ થવા પર કન્યા ભ્રૂણ હત્યાની સલાહ આપી હતી. પરંતુ તેમણે આ સલાહ માની નહિ અને તેમણે તેમની ત્રણ દીકરીઓને એ કાબિલ બનાવી કે ત્રણ દીકરીઓએ UPSC પરિક્ષા પાસ કરી અને બે દીકરીઓ એન્જીનિયર છે. આ સાથે જ આ દીકરીઓએ જૂના વિચાર રાખનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

બરેલીના પૂર્વ બ્લોક પ્રમુખ ચંદ્રસેન સાગરની ત્રણ દીકરીઓમાંથી બે દીકરીઓ IAS અને એક IRS અધિકારી છે. તેમની બીજી બે દીકરીઓ એન્જીનિયર છે. ચંદ્રસેન સાગરે જણાવ્યુ કે, દીકરીઓના ઓફિસર બનવામાં ઘણી મહેનત સાથે સાથે તેમની માતા મીના દેવીનું ઘણુ યોગદાન છે. તેમની દીકરીઓનો શરૂઆતી અભ્યાસ બરેલીના સેંટ મારિયા કોલેજથી થયો હતો. તે બાદ તેમણે ઉત્તરાખંડ, ઇલાહાબાદ અને દિલ્લીથી બાકીનો અભ્યાસ કર્યો. ત્રણ બહેનોએ દિલ્લીમાં રહી UPSCની તૈયારી કરી.

ચંદ્રસેનની પહેલી દીકરી અર્જિત સાગરે વર્ષ 2009માં બીજા પ્રયાસમાં UPSC પરિક્ષા પાસ કરી. તે બાદ તે જોઇન્ટ કમિશ્નર કસ્ટમ મુંબઇમાં પોસ્ટેડ થઇ ગઇ. અર્જિતના લગ્ન આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયા છે. તેમના પતિ પણ IAS ઓફિસર છે. 6 વર્ષ બાદ વર્ષ 2015માં બીજી દીકરી અર્પિતને સફળતા મળી. તે વર્તમાનમાં વલસાડમાં ડીડીઓ પર તૈનાત છે. ત્યાં જ ત્રીજા અને ચોથા નંબરની દીકરીઓ અશ્વિની અને અંકિતા એન્જીનિયર છે. તે મુંબઇ અને નોએડામાં પ્રાઇવેટ જોબ કરી રહી છે.

ચંદ્રસેન અને મીના દેવીની સૌથી નાની દીકરી આકૃતિ સાગરે વર્ષ 2016માં બીજા પ્રયાસમાં કામયાબી હાંસિલ કરી. તે વર્તમાનમાં જલ બોર્ડની ડાયરેક્ટરના રૂપમાં સેવા આપી રહી છે. ચંદ્રસેનની દીકરીઓએ જણાવ્યુ કે, તેમને યુપીએસસીની તૈયારીની પ્રેરણા તેમને મામાથી મળી હતી. મામા અનિલ કુમાર વર્ષ 1995 બેચના પશ્ચિમ બંગાળ કાડરના આઇપીએસ અધિકારી હતા.

ચંદ્રસેનની દીકરીઓની ઇચ્છા હતી કે તે તેના મામાની જેમ મોટી ઓફિસર બને. યુપીએસસી પરિક્ષા દરમિયાન તેમના મામા અનિલ કુમારે તેમને ઘણો સહયોગ આપ્યો હતો. આઇએએસ અર્પિતા સાગર કહે છે કે, પાંચ દીકરીઓ હોવાથી માતા-પિતાને મેણા-ટોણા સાંભળવા પડતા હતા.

લોકો અમારા લગ્ન અને દહેજને લઇને વાતો સંભળાવતા હતા. આ બધુ સાંભળ્યા બાદ માતા માયુસ થઇ જતી હતી પરંતુ તેમણે અમને શીખવ્યુ કે, લોકોના મેણા બંધ કરાવવા માટેની રીત શિક્ષા છે. બધી બહેનો એટલુ ભણો અને કામયાબ થઇ જાઓ. અમે આ જ કરીને બતાવ્યુ. હવે આનું પરિણામ એ આવ્યુ કે દે લોકો મેણા મારતા હતા તે લોકો હવે ગર્વ કરે છે.

Shah Jina