અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનના પોલિકર્મીઓને ચઢ્યું હીરો બનવાનું ભૂત, વીડિયો તો વાયરલ થયો, પરંતુ થઇ એવી હાલત કે… જુઓ

આજે લોકોને સોશિયલ મીડિયામાં પોતાનું નામ મોટું કરવું હોય છે અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને લાઈક મેળવવાના ચક્કરમાં ઘણીવાર એવી હરકતો કરતા હોય છે જેના કારણે તે મુસીબતમાં પણ મુકાઈ જતા હોય છે. ઘણીવાર સામાન્ય માણસો જ નહિ પરંતુ સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને પ્રજાના રક્ષક પોલીસકર્મીઓ પણ સોશિયલ મીડિયામાં એવા વીડિયો બનાવે છે જેના કારણે તે ચર્ચામાં આવી જતા હોય છે.

અગાઉ ઘણા પોલીસકર્મીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વીડિયો બનાવવાને લઈને કાર્યવાહી થઇ છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. જ્યાં પોલીસકર્મીઓને વીડિયો બનાવવો ભારે પડી ગયો. વીડિયોમાં તે હીરોના અંદાજમાં ગુંડાના ડાયલોગ તો બોલ્યા પરંતુ હવે તેમને આ કરવાની સજા ભોગવવી પડી રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મધ્યમાં આવેલા કાલુપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ “શૂટ આઉટ એટ વડાલા” ફિલ્મના ડાયલોગ ઉપર હીરોના અંદાજમાં વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. પરંતુ તેમનો આ શોખ તેમને જ ભારે પડી ગયો અને વીડિયો વાયરલ થતા જ ત્રણેય પોલીસ કર્મીઓને DCP દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે લોકો પોલીસ કર્મચારીનો અભિનય કરે છે અને બે પોલીસકર્મીઓ ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે, જેમાંથી એક કર્મચારી પોલીસ સ્ટેશમાં એન્ટ્રી મારીને કહે છે, “ગાડી મેં બેઠો સાહબ !” તો સામે ગુંડાઓની સ્ટાઈલમાં પોલીસકર્મચારીઓ કહે છે, “વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ !” જેના બાદ પોલીસકર્મીનો અભિનય કરી રહેલા કહે છે “પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. ” આ ડાયલોગનો જવાબ ગુંડા બનેલા પોલીસકર્મીઓ કહે છે, “યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ.”

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પણ પોલીસકર્મીઓની આ કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું છે અને ગુંડાઓ અને અસામાજિક તત્વોને પાઠ ભણાવાનો છે. પરંતુ આ વીડિયોની અંદર પોલીસ જ ગુંડા બનતી જોવા મળી રહી છે.

Niraj Patel