કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાના પરિવારને ખોયા છેે, તો કેટલાક પરિવારોનો કોરોનાએ ભોગ લીધો છે. ઉત્તર પ્રદેશના લખનઉ એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને તમે પણ ઇમોશનલ થઇ જશો.
કોરોના મહામારીની ઝપેટમાં લખનઉના એક પરિવારના મોભી આવી ગયા હતા અને તેમણે આ દરમિયાન તેમનો જીવ ગુમાવ્યો છે. એક મધ્યમવર્ગી પરિવારની ત્રણ દીકરીઓ પ્રિયા, પ્રિયંકા અને શ્વેતાએ કોરોના મહામારી દરમિયાન તેમના પિતાનો ગુમાવ્યા છે. આ વિશે શ્વેતા જણાવે છે કે, 9 એપ્રિલે મારા પિતાની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ અવે તેમને લખનઉની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હોસ્પિટલવાળાએ પહેલા 1.5 લાખ અને છેલ્લે સુધી 6 લાખ જમા કરાવ્યા. અમે રોજની 32 હજાર રૂપિયાની દવાઓ હોસ્પિટલ વાળાને આપતા હતા. અમને લાગ્યુ કે સારવાર સારી મળશે અને પિતા જલ્દી ઠીક થઇ જશે.
પરંતુ ત્યાર બાદ અમને બે-ત્રણ દિવસ પછી એવું જાણવા મળ્યું કે, રાત્રે કોઈ વ્યક્તિ દ્વારા પિતાનું ઓક્સિજન માસ્ક કાઢી નાખવામાં આવ્યું હતું. આ બાબતની હોસ્પીટલના ડોક્ટરને ફરિયાદ કરવામાં આવી તો અમને બહાર કાઢી મુકવામાં આવ્યા. પરંતુ 12 દિવસ પછી અમને માહિતી મળી કે પિતાનું મોત થઇ ગયુ છે.
તેણે વધુમાં જણાવ્યુ કે, મારા પિતાએ મૃત્યુના બે કલાક પહેલા મારી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ સામાન્ય છે. તેમના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે.