હસતા હસતા સીટી સ્કેન મશીનમાં ગયું હતું માસુમ બાળક, પરંતુ બહાર નીકળી તેની લાશ, તસવીરો જોઈને રડી પડશો !

હસતા-હસતા સિટી સ્કેન મશીનમાં ગયેલો માસૂમ મૃત અવસ્થામાં…સ્વજનનોનું કરુણ આક્રંદ – જાણો સમગ્ર અહેવાલ

આગ્રાના સુભાષ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની નાઈ કી મંડીમાં સ્થિત અગ્રવાલ સીટી સેન્ટરમાં શુક્રવારે સાંજે સીટી સ્કેન દરમિયાન સાડા ત્રણ વર્ષના દિવ્યાંશનું મૃત્યુ થયું હતું. બાળક છત પરથી પડી ગયું હતું. તેના માતા-પિતા તેને સીટી સ્કેન માટે લાવ્યા હતા. તેણે કહ્યું કે દિવ્યાંગ હસતા રમતા સીટી સ્કેન મશીનમાં ગયો હતો. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનો શ્વાસ અટકી ગયો હતો.

ઘટનાની જાણ થતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો. જેના પર સેન્ટર બંધ કરીને તબીબો અને સ્ટાફ ભાગી ગયો હતો. માહિતી મળતા પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરે ખોટા ઈન્જેક્શનને કારણે પુત્રનું મોત થયું છે. મોડી રાત્રે પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધ્યો હતો.

ઇન ચાર્જ ઇન્સ્પેક્ટર રાજીવ કુમારે જણાવ્યું કે ધનૌલીના રહેવાસી વિનોદ કુમારનો પુત્ર દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. આનાથી તેને ઇજા થઇ હતી. તેને સાંજે 5 વાગ્યે નામનેરની એસઆર હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો. પરિવારનો આરોપ છે કે સાંજે ડોક્ટરે તેમને સીટી સ્કેન માટે મોકલ્યા હતા. જેના પર સુભાષ પાર્કમાં સ્થિત ડો.નીરજ અગ્રવાલના સેન્ટરમાં લઈ આવ્યા હતા. દિવ્યાંશને અહીં ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. અચાનક તેની તબિયત લથડી.

સીટી સેન્ટરના સ્ટાફે બાળકને સ્વજનોને સોંપ્યો હતો. તે બાળકને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ, ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આના પર પરિવારના સભ્યો તેને સીટી સ્કેન કરવા વાળા ડોક્ટર પાસે લઈ ગયા. પરંતુ સેન્ટરને તાળું મારી દેવામાં આવ્યું હતું. પરિવાર પાસે સીટી સ્કેન દરમિયાન બાળકનો વીડિયો પણ છે, જેમાં તે વાત કરી રહ્યો છે. ખાઈ પી રહ્યો છે. સંબંધીઓએ પોલીસને પણ આ વાત જણાવી છે. સેન્ટરના સંચાલક સહિત અન્ય લોકો ફરાર છે.

Niraj Patel