યુક્રેન રહેનારા લોકોની હાલત થઇ રહી છે દયનિય, બાળકો સાથે હજારો લોકો અંડરગ્રાઉન્ડ શેલ્ટર, મેટ્રો અને સબ-વેની શરણે, જુઓ વીડિયો

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થઇ ગયેલા મોટા યુદ્ધના પડઘા આખા દેશની અંદર પડી રહ્યા છે. ભારત સમેત દુનિયાના બધા જ દેશો યુક્રેન ઉપર નજરો ટેકવીને બેઠા છે. ત્યારે આ દરમિયાન યુક્રેનની દયનિય હાલત પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં યુક્રેનના ઘણા વીડિયો અને તસવીરો લોકોને હચમચાવી રહ્યા છે. ત્યારે રશિયાના આક્રમણ બાદ હજાર લોકો પોતાના બાળકો સાથે અંડરગ્રાઉન્ડ શેલ્ટર, મેટ્રો અને સબ-વેની અંદર છુપાઈ રહ્યા છે.

રશિયન સેના યુક્રેનના શહેરોમાં લશ્કરી મથકો પર હુમલો કરી રહી છે. હાલમાં, રશિયન સૈન્યનું કહેવું છે કે તે નાગરિક લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું નથી. પરંતુ આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક રશિયન મિસાઈલ ઈવાનો-ફ્રેન્કિવસ્ક એરપોર્ટ પર પડતી જોવા મળી રહી છે. લાખો લોકો તેમના પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે વ્યસ્ત છે.

રશિયન સૈન્ય યુક્રેનિયન એરબેઝ અને કિવ, ખાર્કિવ અને ડીનીપ્રો શહેરોમાં લશ્કરી ડેપોને નિશાન બનાવી રહ્યું છે. જો કે, રશિયન સેના સતત કહી રહી છે કે તે વસ્તીવાળા વિસ્તારોમાં હુમલો કરી રહી નથી. યુક્રેનની રાજધાની કિવમાં કેટલાક વિસ્ફોટના અવાજ સંભળાયા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કિવમાં સવારે 5 વાગ્યાની આસપાસ કેટલાક વિસ્ફોટો સંભળાયા હતા.

રશિયાએ ગુરુવારે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યારપછી યુક્રેનના અનેક શહેરોમાં ગોળીબાર, ધમકીઓના અવાજો ગુંજી રહ્યા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીએ જણાવ્યું કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓના મોત થયા છે. યુક્રેનની મધ્યસ્થ બેંકે વિદેશી ચલણના રોકડ ઉપાડને સ્થગિત અને મર્યાદિત કરી દીધું છે. આ બધું રશિયાના આક્રમણથી સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે કરવામાં આવ્યું હતું જેથી લોકો દ્વારા ચલણ ઉપાડવાનું ઓછું થાય.

રશિયાના હુમલા બાદ યુક્રેનના કિવ શહેરમાં પેટ્રોલ અને ગેસ પંપની બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. દરેક વ્યક્તિ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે. લોકો મોટી સંખ્યામાં પોતાના વાહનો સાથે અહીં પહોંચ્યા અને ગેસ-પેટ્રોલ ભરવા લાગ્યા. જેના કારણે ભારે ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા.

Niraj Patel