ગુજરાતના આ ગામમા વિદેશ જવા વગર વ્યાજે મળે છે લાખો રૂપિયા, હપ્તો પણ નહીં ભરવાનો

આજકાલ લોકોને વિેદેશ જવાનો ખુબ ક્રેઝ વધી ગયો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વિદેશ જવુ એટલુ સહેલુ પણ નથી. કારણે હાલના સમયમાં સિક્યોરિટીને કારણે નિયમોમાં ખુબ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આ ઉપરાંત પૈસાનો ખર્ચ પણ લાખોમાં થાય છે. હવે આવી સ્થિતિમાં જો તમને કોઈ કહે કે વિદેશ જવા માટે વગર વ્યાજે લોન મળી રહી છે તો! તમને આશ્ચર્ય થશે કે આ મોંઘવારીના સમયમાં વળી કોણ વગર વ્યાજે લોન આપે.પરંતુ આ વાત સાચી છે. ગુજરાતના એક ગામમાં આવી સુવિધા આપવામાં આવે છે.

જ્યાં તમે વિદેશ જવા માટે લાખો રૂપિયા વગર વ્યાજે લઈ શકો છો. આ માટે તમારે હપ્તા દ્વારા પૈસા આપવાની પણ જરૂર નથી.  તો આવો જાણીએ કે રાજ્યનું એવુ ક્યું ગામ છે જે આવી સુવિધા આપી રહ્યું છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર ગાંધીનગર નજીક આવેલ કલોલ ગામનો એક યુવક વિદેશ જવા માગતો હતો, પરંતુ તેમની પરિસ્થિતિ એવી નહોતી કે તેમને બેન્કમાંથી ઉંચી લોન મળી શકે. ત્યારબાદ તેમણે એક સ્થાનિક ટ્રસ્ટ પાસે મદદ માગી. ત્યારબાદ આ યુવક વિદેશમાં જઈને સારો અભ્યાસ કરી શકે તે માટે આ ટ્રસ્ટે પોતાના સમાજના લોકો પાસેથી પૈસા ભેગા કરાવ્યા હતા.

માત્ર એક જ અઠવાડિયામાં પૈસા ભેગા થઈ ગયા અને તે યુવક પોતાના સપના પૂરા કરવા વિદેશ ચાલ્યો ગયો. જ્યારે અમેરિકામાં સ્થાઈ થઈ ગયો અને સારા પૈસા કમાવા લાગ્યો ત્યારે તેમણે જે ટ્રસ્ટ પાસેથી પૈસા લીધા હતા તેમને બેગણા પૈસા પરતા કર્યા.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રહે છે. તેથી અહીં જે સ્થાનિક લોકોને વિદેશ જવુ હોય તેને મદદ કરવામાં આવે છે. આ અંગે લોકો કહે છે તે આ ટ્રસ્ટ અનૌપચારિક છે અને સ્થાનિક સમાજના લોકો દ્વારા ચલાવવામાં આવે છે.

આ ટ્રસ્ટના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓને વિદેશમાં સારો અભ્યાસ કરવાની તક મળી રહે છે.જો કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા એક ગુજરાતી પરિવારના 4 લોકો કેનેડાથી અમેરિકા જતી વખતે ઠંડીના કારણે મોતને ભેટ્યા હતા. આ સમાચાર સાંભળી સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. નોંધનિય છે હાલમાં એજન્ટો દ્વારા અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાની પ્રવૃતિ પણ ખુબ વધી ગઈ છે. ડિંગુચા ગામનો આ પરિવાર -35 ડિગ્રી તાપમાનમાં ઠંડીના કારણે મોતને ભેટ્યો હતો.

આ અંગે એક સ્થાનિક વડિલે કહ્યું કે હાલમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના લગભગ દરેક ગામના લોકો વિદેશમાં જઈને વસ્યા છે. પરંતુ દરેક પરિવારની સ્થિતિ એવી નથી હોતી કે તેમના પુત્રને વિદેશ મોકલી શકે. તેથી જ આવા પરિવારની મદદ માટે પૈસા ભેગા કરીને તેમને વિદેશ મોકલવામાં આવે છે.

જેથી ત્યાં જઈને તે સારી કમાણી કરી શકે અને પરિવારને મદદ કરી શકે. તમને જણાવી દઈએ કે હાલમા વિદેશ જવા માટે 15થી લઈને 30 લાખ સુધીનો ખર્ચ થાય છે. ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વધુ લોકો જઈ રહ્યા છે. હાલમાં આ ટ્રસ્ટની મદદથી ઘણા લોકો વિદેશ ગયા છે અને પછી ત્યા સ્થાઈ થયા બાદ પૈસા પરત કરી દીધા હતા જેથી અન્ય લોકોને મદદ મળી શકે.

YC