રોજ 6 કિલોમીટર ચાલી 123 કિલોના ઋષભે ઘટાડ્યુ 46 કિલો વજન, જાણો ડાયટ પ્લાન

આ વ્યક્તિએ રોજ માત્ર 6 કિમી ચાલી ઘટાડ્યુ 47 કિલો વજન, જિમ જવાની જરૂર નથી આ વાંચી લો જીવન ધન્ય થઇ જશે

જે લોકો મેદસ્વી અને વધુ વજન ધરાવતા હોય તેઓ વારંવાર કાઉચ પર બેસીને ઝડપથી વજન કેવી રીતે ઓછું કરવું તે ગૂગલ પર સર્ચ કરે છે. આવું આપણા જીવનમાં ઘણી વખત બને છે. અને જ્યારે પણ આપણા સામે કોઇ પરિણામ આવે છે કે વજન ઘટાડવા માટે કોઈ ચમત્કારિક જડીબુટ્ટી નથી. જો કે, 26 વર્ષીય ઋષભ ધુસ્સાના જણાવ્યા અનુસાર, જીવન જીવવાની ઇચ્છાએ તેનામાં વજન ઘટાડવાની ઇચ્છા જગાડી, જેના કારણે તેણે ચાલીને 46 કિલો વજન ઘટાડ્યું. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

આ કોઇ મજાક નથી, પરંતુ ઋષભે ખાલી ચાલીને તેનું વજન ઓછુ કર્યુ છે. રોજ ચાાલવાને કારણે ફેટ બર્ન કરવા અને માસપેશિયોને ટોન કરવામાં મદદ મળે છે. ઝડપથી ચાલવાથી તમે બેગણી કેલેરી અને ફેટ બર્ન કરી શકો છો. આ બિલકુલ ફ્રીની એક્સરસાઇઝ હ્રદય અને ફેફસાની બીમારીઓના જોખમને પણ ઓછુ કરવામા મદદ કરે છે. જો તમે રોજ 6 કિમી ચાલો છો તમે તમારુ વજન 46 કિલો સુધી ઓછુ કરી શકો છો, જેમ ઋષભે કર્યુ.

દિલ્લીના રહેવાસી 123 કલો વજનવાળા ઋષભે વજન ઉતારવામાં કોઇ જલ્દી ના કરી. પરંતુ ગોવામાં તેના સાથે થયેલ એક અકસ્માતે તેને વજન ઘટાડવા માટે પ્રેરિત કર્યો. આ ઘટનાએ તેને અંદરથી જકજોર કરી દીધો હતો, જે બાદ તેણે વજન ઘટાડવાનો નિર્ણય લીધો.  ઋષભે વજન ઘટાડવા માટે મુહિમની શરૂઆત જૂન 2018મમાં શરૂ કરી અને આ મુહિમ માર્ચ 2019 સુધી ચાલી. તેણે રોજ 6 કિલોમીટર ચાલવા પર અને પોતાના ડાયટ પર ધ્યાન આપ્યુ અને 46 કિલો વજન ઓછુ કર્યુ.

જયારે ઋષભે વજન ઘટાડવાના સફરની શરૂઆત કરી ત્યારે તેને ખબર ન હતી કે તે આટલુ બધુ વજન ઘટાડવામાં સફળ થશે. 77 કિલો વજન થઇ ગયા હતા તેણે વજન બરાબર રાખવા માટે નવુ રૂટિન શરૂ કર્યુ, આ રૂટિનમાં જીમ જઇ તેણે તેની ઢીલી ત્વચાને ટોન કરવા અને મસ્લસ બનાવવાની જરૂરત હતી. તે સપ્તાહમાં પાંચ દિવસ જીમ જતો હતો અને ત્યાં વજન પ્રશિક્ષણ અને કાર્ડિયોની મદદથી તે અક્સરસાઇઝ કરતો હતો.

ઋષભ 20 મિનિટ સુધી વોર્મ અપ કરે છે. પોતાનુ  ડેલી રૂટિન શરૂ કર્યા પહેલા 10 મિનિટ કાર્ડિયો કરે છે. જાણો તે પોતાને ફિટ રાખવા કઇ એક્સરસાઇઝ કરે છે.

સોમવાર: છાતી અને પીઠના વજનની ટ્રેનિંગ : ચેસ્ટ-બેન્ચ પ્રેસ (3 સેટ), ડિક્લાઈન પ્રેસ (3 સેટ), ઈન્કલાઈન પ્રેસ બેન્ચ (3 સેટ), ચેસ્ટ પ્રેસ (3 સેટ), બેક-ડેડલિફ્ટ (3 સેટ), સીટેડ કેબલ રો (3 સેટ), સિંગલ આર્મ ડમ્બેલ (3 સેટ), પુલ ડાઉન્સ (3 સેટ).

મંગળવાર: એબીએસ ટ્રેનિંગ : સિટ અપ્સ (3 સેટ), ક્રન્ચ્સ (3 સેટ), પ્લેન્ક (3 સેટ), લેગ રેઝ (3 સેટ), બોલ ક્રંચ (3 સેટ), ટ્વિસ્ટર (3 સેટ) અને એબ વ્હીલ રોલઆઉટ (3 સેટ).

મંગળવાર: એબીએસ ટ્રેનિંગ : લેગ એક્સ્ટેંશન (3 સેટ), લેગ કર્લ (3 સેટ), લેગ પ્રેસ (3 સેટ), ડેડ લિફ્ટ (3 સેટ) અને સ્ક્વોટ (3 સેટ).

ગુરુવાર: હાથના વજનની ટ્રેનિંગ : બાયસેપ કર્લ (3 સેટ), બાઈસેપ કર્લ (3 સેટ), અપરાઈટ રો (3 સેટ), ચિન અપ (3 સેટ), બાર કર્લ (3 સેટ) અને બાર પ્રીચર કર્લ (3 સેટ).

શુક્રવાર: ખભાના વજનની ટ્રેનિંગ : ઓવરહેડ બોલ પ્રેસ (3 સેટ), આર્નોલ્ડ પ્રેસ (3 સેટ), ડમ્બબેલ ​​લેટરલ રાઇઝ (3 સેટ), ફ્રન્ટ ડમ્બેલ રાઇઝ (3 સેટ).

શનિવાર: કાર્યાત્મક ટ્રેનિંગ : જેમાં બોક્સિંગ, ઝુમ્બા અને યોગનો સમાવેશ થાય છે.

Shah Jina