63 રૂપિયાનો આ IPO વાળો શેર 247 રૂપિયાએ પહોંચ્યો, તૂટી પડ્યા લોકો ખરીદવા, તમારી પાસે છે આ શેર? જુઓ કોમેન્ટમાં

63 રૂપિયાનો આ IPO વાળો શેર 247 રૂપિયાએ પહોંચ્યો, લોકો લેવા ગાંડા થયા, 2 અઠવાડિયામાં 293 % રિટર્ન આપ્યું, જુઓ કોમેન્ટમાં નામ

અમદાવાદની કંપની રૂદ્ર ગેસ એન્ટરપ્રાઈઝના શેર ગુરુવારે રોકેટની જેમ ઉછળ્યા. ગુરુવારે રૂદ્ર ગેસનો શેર 10% વધીને 214.39 થયો જ્યારે શુક્રવારે 1 માર્ચે 235 રૂપિયાથી વધારે પર ટ્રેડ થયો. કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. રુદ્ર ગેસે જાહેરાત કરી છે કે તેને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) તરફથી બે ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરની કિંમત 9.96 કરોડ રૂપિયા છે.

રૂદ્ર ગેસના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 119.70 છે. રૂદ્ર ગેસનો IPO 8 ફેબ્રુઆરી 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકાયો હતો. કંપનીનો IPO 12 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહ્યો. IPOમાં રૂદ્ર ગેસના શેરની કિંમત 63 રૂપિયા હતી. 15 ફેબ્રુઆરી 2024ના રોજ કંપનીના શેર 119.70 પર લિસ્ટ થયા અને શાનદાર લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

રૂદ્ર ગેસનો શેર 29 ફેબ્રુઆરી 2024ના રોજ 214.39 પર પહોંચ્યો હતો. કંપનીના શેર ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 240% વધ્યા છે. રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝિસનો IPO કુલ 350.75 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 404.38 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

જ્યારે અન્ય કેટેગરીમાં સબસ્ક્રિપ્શન 286.62 ગણું હતું. રિટેલ રોકાણકારો કંપનીના IPOમાં 1 લોટ માટે દાવ લગાવી શકે છે. IPOના એક લોટમાં 2000 શેર હતા. એટલે કે રિટેલ રોકાણકારોએ 126000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું.

Shah Jina