ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઇ ગઇ. વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBIએ રદ કરી છે. આ બેંક ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક છે, પણ કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થવાનો વારો આવ્યો. બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, જેને કારણે પાંચ બ્રાન્ચને તાળા વાગી ગયા.
બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ દ્વારા 3.15 કરોડ રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હતો.વર્ષ 1972થી શરૂ થયેલ મહાલક્ષ્મી બેંકનું લાયસન્સ RBI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
મૂળ વડોદરાની આ બેંકની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલ છે અને બધી બ્રાન્ચને હવે તાળા લાગી જશે. ત્યારે આ ખબર સામે આવતા જ ખાતેદારના જીવ તાળવે ચોંટ્યા છે. સમયાંતરે મહાલક્ષ્મી બેંકના સત્તાધીશો અને મેનેજરો દ્વારા પોતાના ફાયદા અને પોતાના ઘરો ભરવા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા અને તેની અસર બેંકના ખાતેદારો પર થઈ.
ત્યારે તાજેતરમાં બેંકના મેનેજર અને 2 કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો અને બે લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
જો કે, બેંકનો મેનેજર સુરેશ પટેલ કે જેણે કરોડોનું ફૂલેકું ફેરવ્યુ તે હજી પોલીસ પકડથી દૂર હોવાનું મીડિયા અહેવાલમાં સામે આવ્યુ છે. ત્યાં હવે RBI દ્વારા 13 તારીખે એટલે કે આજે બેંકની મુખ્ય બ્રાન્ચનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. જણાવી દઇએ કે, બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું અને 1972થી શરૂઆત થયેલી મહાલક્ષ્મી બેંકનું લાયસન્સ આખરે RBI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું. ડભોઇ ખાતે 1972માં મહાલક્ષ્મી મર્કેન્ટાઇન ઓપરેટિવ બેંકની શરૂઆત થઈ હતી, ત્યારે હવે 50થી વધુ વર્ષો બાદ આ બેંક બંધ થઇ.
13 જાન્યુઆરીના રોજ RBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને માત્ર ડભોઇ જ નહિ પરંતુ છોટાઉદેપુર, કાયાવરોહણ, વડોદરા, સાવલી સહિતની બ્રાન્ચો પણ બંધ કરવાનો આરબીઆઈ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ખાતેદારોના પૈસા તેમજ બેંકના લેણદારો સાથે નીકળતા નાણાં આગામી સમયમાં આરબીઆઈ દ્વારા નિમણૂંક કરેલા રજીસ્ટાર દ્વારા રિકવરી તેમજ નિયમો અનુસાર ખાતેદારોને પૈસા પરત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામા આવી છે.