ધોમધખતી ગરમીમાં પાણી પીવા માટે તડપી રહ્યો હતો સાપ, પછી આ ભાઈએ પોતાની હથેળીમાં પાણી લઈને પીવડાવ્યું અને પછી… જુઓ વીડિયો

ઉનાળો શરૂ થઈ રહ્યો છે. આ ઋતુમાં પાણીને અમૃત માનવામાં આવે છે. ઘણા લોકો રાહદારીઓ માટે પણ ઠેર ઠેર પાણીની પરબ બંધાવતા હોય છે અને તેમની તરસ છિપાવતા હોય છે. જ્યારે માણસને તરસ લાગે છે ત્યારે તે પોતાની તરસ છીપાવે છે, પરંતુ મૂંગા પશુ-પંખીઓ ગરમીમાં તરસથી પીડાતા રહે છે. કેટલાક લોકો ઉનાળામાં તેમના ઘરની બહાર અને ટેરેસ પર પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણી રાખે છે. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. (તસવીરો: ટ્વિટર વીડિયો પરથી)

વાયરલ વીડિયો એક સાપ સાથે સંબંધિત છે, જે ઉનાળામાં તરસથી પીડાઈ રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ પોતાની હથેળીમાં પાણી લઈને સાપની તરસ છિપાવતો જોવા મળે છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા કે સાપ આવું પાણી પી શકે છે. જેણે પણ આ વીડિયો જોયો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પર લટકતો સાપ તરસથી પીડાઈ રહ્યો હતો. કાળઝાળ ગરમીમાં સાપને ક્યાંય પીવા માટે પાણી મળતું નથી. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને બોટલમાંથી પાણી પોતાની હથેળીમાં નાખે છે અને સાપને પીવડાવવા લાગે છે. સૌથી આશ્ચર્યજનક બાબત હવે બને છે. જેવી જ વ્યક્તિ હથેળીમાં બોટલમાંથી પાણી રેડે છે, તે જ રીતે સાપ પણ ગટ-ગટ પાણી પીવા લાગે છે. આટલું પાણી પીતા સાપને જોવું ખૂબ જ આશ્ચર્યજનક છે.

49 સેકન્ડનો આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું, “ઉનાળો આવી રહ્યો છે. તમારા થોડા ટીપાં કોઈની જિંદગી બચાવી શકે છે. તમારા બગીચામાં કન્ટેનરમાં થોડું પાણી રાખો કારણ કે તે ઘણા પ્રાણીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચેની પસંદગી હોઈ શકે છે.” પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે.

Niraj Patel