તરસ્યા હાથીને જોઇ પાણી લઇને દોડ્યો યુવક, પછી જે થયુ તેના પર નહિ કરી શકો વિશ્વાસ- જુઓ વીડિયો

ઉનાળો આવતાની સાથે જ મોસમમાં એક અલગ બદલાવ જોવા મળે છે. તેજ ધૂપ અને તાપમાન એટલુ હાઇ કે બહાર નીકળતા પહેલા દસ વાર વિચારવું પડે. માણસોની હાલત બગડી જાય છે તો પશુઓ પણ પરેશાન થાય છે. જો કે માણસો તો સરળતાથી પાણી પી શકે છે પરંતુ પ્રાણીઓ માટે તે એક પડકાર છે. કારણ કે આજે તળાવો સુકાઈ ગયા છે અને પાણી પીવા ક્યાં જવું એ પશુઓ માટે મોટી સમસ્યા બની ગઈ છે.

આવી સ્થિતિમાં કેટલાક મસીહા બનીને આગળ આવે છે. વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક તરસ્યો હાથી જોવા મળી રહ્યો છે. તેજ ધૂપમાં હાથી રસ્તા પર દેખાય છે. આ દરમિયાન એક યુવક એક હાથીને જુએ છે, જે મંદિરમાંથી પાણી લઈ રહ્યો છે. આ જોઈને તે ગાડીમાંથી પાણીની બોટલ નીચે ઉતારે છે અને હાથીને પાણી પીવડાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી ખૂબ પ્રેમથી પાણી પી રહ્યો છે.

વીડિયો જોઈને હાથીની તરસનો અંદાજ લગાવી શકાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું- આ જોઈને લાગે છે કે આજે પણ સારા લોકો છે. બીજા એક યુઝરે લખ્યું- યુવકે જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે. જ્યારે અન્ય એકે લખ્યું- ઉનાળામાં પાણી આપવું એ પુણ્યનું કાર્ય છે અને યુવકે જે પણ કામ કર્યું છે, તેને પ્રેમ અને આશીર્વાદ મળવાની ખાતરી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina