દીવાલમાં કાણું પાડીને દારૂની દુકાનમાં ચોરી કરવા માટે ઘુસ્યા ચોર, બોટલ જોતા જ લલચાઈ ગયું મન, અને પછી જે થયું તે… જુઓ વીડિયો

પૈસા એ દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. કોઈ  કમાતા હોય છે તો ઘણા લોકો એવા પણ હોય છે જે સરળ રસ્તો અપનાવીને પૈસા કમાવવા માંગતા હોય છે. ઘણા લોકો ચોરીના કામમાં પણ લાગી જાય છે અને અને રાતના અંધારામાં એવી રીતે ઘર અને દુકાનોમાંથી હાથ સાફ કરી લે છે કે ઘટના જોઈને સૌ કોઈ હેરાન પણ રહી જાય છે. પરંતુ કહેવાય છે ને કે લાલચ બુરી બલા હૈ. એનું જ એક તાજું ઉદાહરણ હાલ જોવા મળ્યું.

બે ચોરોએ દારૂની દુકાનમાંથી ચોરી કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેઓ ભાગતા પહેલા દારૂ પીવાનું નક્કી કરતાં, આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયુ હતુ. તામિલનાડુના આ બે ચોરોએ દારૂની દુકાનમાં ઘૂસીને ચોરી તો કરી જ, પરંતુ દારૂ પીવાનું પણ શરૂ કર્યું. કમનસીબે તેમનો પ્લાન નિષ્ફળ ગયો અને તે પોલીસના હાથે ઝડપાઈ ગયા.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના બે ચોર દારૂની દુકાનની દિવાલમાં કાણું પાડીને બોટલની ચોરી કરતા જોવા મળે છે. તેમણે પૈસા માટે બોટલો વેચવાની યોજના બનાવી હતી, પરંતુ દારૂની બોટલ જોતા જ તેમનું મન લલચાઈ ગયું અને પહેલા દારૂ પીવાનું અને પછી દુકાન છોડવાનું નક્કી કર્યું. આ દરમિયાન પોલીસે બંનેને પકડી લીધા. તેમને કલ્પના પણ નહોતી કે તે રંગે હાથે પકડાઈ જશે. વીડિયોમાં પોલીસ ચોરોને દિવાલમાં પડેલા કાણામાંથી બહાર આવવા કહે છે.

ટ્વિટર યુઝર્સ આવો નજારો જોઈને હેરાન રહી ગયા. એક યુઝરે લખ્યું, ‘સૌથી સારી વાત એ છે કે પોલીસે તે ચોરોને એક જ કાણામાંથી બહાર કાઢ્યા. તેઓ માલિકને બોલાવીને દરવાજો ખોલી શક્યા હોત પણ તેઓએ એવું ન કર્યુ. એક અન્ય યુઝરે કહ્યું, ‘હું આ માટે નેટફ્લિક્સને દોષી માનું છું. તેણે શોશંક રીડેમ્પશન જોયું જ હશે. પોલીસે બંને પાસેથી 14 હજાર રૂપિયા રોકડા કબજે કર્યા છે. કાવરાઈપેટ્ટાઈમાં દુકાનો બંધ થયા બાદ બંને ચોર સરકાર દ્વારા સંચાલિત દારૂની દુકાનમાં ઘુસ્યા હતા.

Niraj Patel