ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો ઘરમાં, પછી જે થયું તે વિચારી હસી હસીને પાગલ થઇ જશો- જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની દુનિયા ફની વીડિયોથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વીડિયો જોવા અને અપલોડ કરવામાં આવે છે. તેમાંથી કેટલાક એટલા રમુજી હોય છે કે તેને જોઈને હસવું રોકવું મુશ્કેલ થઇ જતુ હોય છે. ઘણીવાર ચોરીના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવતા હોય છે. ચોર ચોરી કરતી વખતે ઘણી બુદ્ધિ બતાવી શકે છે, પરંતુ ક્યારેક તેમની એક ભૂલ તેમના પર જ ભારી પડી જાય છે. ચોર તમારા નાક નીચેથી પણ ચોરી કરી શકે છે, પરંતુ જરૂરી નથી કે તેઓ દરેક વખતે સફળ જ થાય.

અવારનવાર ચોરો ચોરી કરતા હોવાના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. વીડિયોમાં એક ચોર ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. આ વિડિયો પરથી એવું લાગી રહ્યું છે કે ચોર ઘરમાં જ્યારે કોઈ ન હતું ત્યારે ઘરમાં ઘુસ્યો હતો. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ચોર ચોરી કરવા માટે છત પરથી ચઢી ગયો હતો અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે શ્વાનને કારણે ઘરમાં પ્રવેશી શક્યો નહોતો.

ચોર પોતાને 2 કૂતરાઓથી ઘેરાયેલો જોઈ દરવાજા પર લટકી રહ્યો હતો. આ દરમિયાન શ્વાન પણ તેને પકડવાનો પ્રયાસ કરતા વીડિયોમાં જોવા મળે છે. જો કે, આગળ શું થાય છે તે તો ખબર જ નથી પડતી. કારણ કે વીડિયો અધવચ્ચે જ અટકી જાય છે અને આગળ શું થયું હશે તે જાણી શકાયું નથી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર gieddee નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, ‘આગળ શું થયું.’ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોતા જ લોકો હસવાનું રોકી શક્યા નહીં.

 

View this post on Instagram

 

A post shared by Gidda company (@gieddee)

ઘણા યુઝર્સ આગળ શું થયું તે જાણવા માટે ઉત્સુક હતા, જ્યારે અન્ય લોકોએ કમેન્ટ બોક્સમાં હસતા ઇમોજીસ મૂક્યા હતા. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે તે હજુ પણ ત્યાં લટકતો હશે.’ બીજા એક યુઝરે ફિલ્મ ‘વેલકમ’નો લોકપ્રિય ડાયલોગ લખ્યો, ‘યે રાઝ ભી ઉસી કે સાથ ચલા ગયા.’ અત્યાર સુધીમાં આ વીડિયોને 5 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Shah Jina