વર્ષ 2024માં રાહુના પ્રકોપથી નહિ બચી શકે આ રાશિઓ, રહેવું પડશે સતર્ક, ધન હાનિના પ્રબળ યોગ

નવા વર્ષમાં આ રાશિઓ રાહુના પ્રકોપથી નહિ બચી શકે , છીનવાઈ જશે સુખ શાંતિ

જ્યોતિષમાં રાહુને પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સ્થિતિ ખરાબ હોય તો તેને ઘણા ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2024 પણ કેટલીક રાશિઓ માટે પરેશાનીપૂર્ણ બની શકે છે. રાહુની વાત કરીએ તો, તે 30 ઓક્ટોબરે મેષ રાશિમાંથી મીન રાશિમાં જશે. રાહુનું આ રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરશે. રાહુ વર્ષ 2024માં રાશિચક્રમાં ફેરફાર નહીં કરે. તે 18 મે, 2025એ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં રાહુના કારણે નવા વર્ષમાં કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે.

સિંહ: આ રાશિના જાતકોને શારીરિકની સાથે સાથે માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત મીન કોઈ દુર્ઘટનાનો સામનો પણ કરવો પડી શકે છે, એટલે વાહન ચલાવતી વખતે અથવા તો મુસાફરી કરતી વખતે સાવધાની રાખો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ રાશિના જાતકો સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકે છે. જો પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો સમજી-વિચારીને કરો, આર્થિક નુકસાન થવાની પ્રબળ સંભાવના છે. લવ લાઈફ અને વિવાહિત જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.

ધનુ: આ રાશિના જાતકો માટે નવું વર્ષ બહુ સારું નહિ સાબિત થાય. પારિવારિક તણાવનો સામનો કરવો પડી શકે છે અને કામમાં વ્યસ્ત રહેવાના કારણે પરિવારને સમય નહિ આપી શકો. સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવી. કોઈ કારણસર કાયદાકીય મામલાનો સામનો કરવો પડી શકે છે.

મીન: સ્વાસ્થ્ય પર વિપરીત અસર, દરેક કામમાં કોઈને કોઈ અવરોધ, પરિવાર સાથે કોઈ વાતને લઈને વિવાદ, કાર્યક્ષેત્રમાં સાવધાની, વાહન અને મિલકત સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ પ્રકારનું રોકાણ કરતા પહેલા વિચાર કરો, કારણ કે પૈસા ગુમાવવાના ચાન્સ છે.

(નોંધ : ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina