ખબર

રાતના અંધારામાં લુખ્ખા તત્વોનો આતંક, હાથમાં લાકડી લઈને એક પછી એક 18 મોંઘીદાટ ગાડીઓના ફોડી નાખ્યા કાચ, ઘટના થઇ CCTVમાં કેદ, જુઓ

3 યુવકોએ એક પછી એક 18 કરોડો રૂપિયાની લક્ઝુરિયર્સ કારના કાચ તોડ્યા, કારણ સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ

હાલના સમયમાં આપણા દેશની અંદર અસામાજિક તત્વોનો ખુબ જ વધારો થયો છે, આજે વેબ સિરિઝ અને ફિલ્મોના રવાડે ચઢી અને લોકો કોઈની હત્યા કરવામાં પણ અચકાતા નથી, તો રોડ ઉપર ફક્ત પોતાના મોજશોખ માટે તોડફોડ કરવાની પણ ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી છે, જ્યાં પોતાના મોજ શોખ ખાતર કરોડોની કિંમતની 18 ગાડીઓના કાચ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડીને ચકનાચૂર કરી દીધા હતા.

આ ચોંકવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના જયપુરમાંથી. જ્યાં કારના કાચ તોડનારા ત્રણ બદમાશોની પોલીસે બુધવારે રાત્રે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે બદમાશોની પૂછપરછ કરી તો જવાબ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બદમાશોએ કહ્યું “નાઈટ આઉટ કરવા ઘરની બહાર નીકળ્યા હતા. રસ્તામાં એક કારનો કાચ તૂટતાં જ મજા પડી ગઈ. આ પછી એક પછી એક કરી 18 કારના કાચ તોડવામાં આવ્યા હતા.”

પોલીસ ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. કારના કાચ તોડીને શું મેળવ્યું તેમ પૂછ્યું તો જવાબ આપ્યો કે સાહેબ રાત્રે કોઈ કામ નથી. ચીલ કરવા બહાર ગયા. અવારનવાર નાઇટ આઉટમાં બાઇક લઇને જાવ. વિચાર્યું ન હતું કે તે પકડાઈ જશે. કહ્યું, “પહેલા એક કારના કાચ તોડી નાખ્યા તો અમને મજા આવવા લાગી. ત્યાર બાદ તમામ મિત્રોએ તેમની જાતે જ કારના કાચ તોડવાનું શરૂ કર્યું હતું. આખી રાતમાં કેટલા વાહનોના કાચ તૂટી ગયા તેની જાણ ના થઇ.

બદમાશોએ જણાવ્યું કે તેઓ મિત્રના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યાં બેસીને તેણે નાઈટ આઉટ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે રસ્તામાં એક કાર દેખાઈ ત્યારે તેનો કાચ પહેલા પથ્થર વડે તોડી નાખવામાં આવ્યો. કાચ ન તૂટ્યો તો સળિયા વડે તોડી નાખ્યો. તેણે કહ્યું કે હવે તેને ડર છે કે કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે.

ડીસીપી સાઉથ મૃદુલ કાછવાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. જ્યાં ઘટના બની હતી તે સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીસીટીવીની મદદથી બદમાશો સુધી પહોંચી ગયા. કેટલાક યુવકો હજુ પણ ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે.

મહેશ નગર સીઆઈ સજ્જન સિંહ કાવિયાએ જણાવ્યું કે નંદપુરી સોડાલાના રહેવાસી 18 વર્ષીય રવિન્દ્ર યાદવ, ગોપી વિહાર સુએઝ ફાર્મના રહેવાસી 20 વર્ષીય શુભમ શર્મા અને મહેશ નગરના રહેવાસી 20 વર્ષીય કાલુની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ અવારનવાર આ રીતે બાઇક પર ફરવા જતા હતા. હવે તેને ડર છે કે તેને જેલમાં જવું પડશે.