વાહ શાબાશ, 18 રૂપિયાવાળો શેર 324નો થયો, 4 વર્ષમાં આપ્યું 1650%નું રિટર્ન, તમારી જોડે છે? ચેક કરો નામ
ટાવર અને પોલ્સ ઇન્સ્ટોલ કરતી કંપની સ્કીપર લિમિટેડના શેરે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. કંપનીના શેર રૂ.18 થી રૂ.324 પર પહોંચી ગયા છે. સ્કીપર લિમિટેડની શરૂઆત વર્ષ 1981માં થઈ હતી. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રક્ચર (ટાવર્સ અને પોલ્સ)ના સંદર્ભમાં વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાં તેનો સમાવેશ થાય છે. આ સિવાય કંપની પોલિમર પાઈપ પણ બનાવે છે. 4 વર્ષ પહેલા 31 માર્ચ 2020ના રોજ BSE પર શેરની કિંમત 18.51 રૂપિયા હતી.
28 માર્ચ 2024ના રોજ BSE પર શેર રૂ.324 પર બંધ થયો હતો. આ રીતે શેરે છેલ્લા 4 વર્ષમાં 1650.4 ટકાનું વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 4 વર્ષ પહેલા સ્કીપર લિમિટેડના શેરમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત અને શેર ન વેચ્યા હોતા તો આજે 8.75 લાખ રૂપિયા થઈ ગયા હોત. જો કોઈ વ્યક્તિએ માત્ર 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 3.50 રૂપિયા થઈ ગયા હોત.
4 વર્ષ પહેલા જો 1 લાખનું રોકાણ કરવામાં આવ્યુ હોત તો તેના 17.50 લાખ થઇ ગયા હોત. બીએસઈ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપનીના શેરે એક વર્ષમાં 271 ટકા વળતર આપ્યું છે. આ શેરે છેલ્લા એક મહિનામાં 2.40 ટકાની ખોટ કરી છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં આ શેર લગભગ 8.50 ટકા વધ્યો છે. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 401 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 87.39 છે.
આ કંપનીનું માર્કેટ કેપ 3600 કરોડ રૂપિયા છે. 2 એપ્રિલની વાત કરીએ તો, આ શેરની કિંમત 322.30 રૂપિયા છે. કંપનીના પ્રમોટરો આ કંપનીના 66.26 ટકા શેર ધરાવે છે જ્યારે 33.74 ટકા શેર લોકોમાં વહેંચવામાં આવે છે. કંપનીએ FY24 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.801 કરોડની આવક મેળવી હતી અને ચોખ્ખો નફો 17.78 કરોડ હતો.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)